પ્રથમ ટી-20 મેચમાં રોહિત શર્મા આ બે ખેલાડીઓને કરશે બહાર, આવી કંઇક રહેશે પ્લેઇંગ ઇલેવન…
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ પહેલા ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં જીત મેળવી છે. આવી જ રીતે ટીમ ઇન્ડિયા ટી-20 સિરીઝમાં પણ વેસ્ટ ઇન્ડીઝને હરાવવા ઇચ્છે છે. કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે આ ત્રણેય ટી-20 મેચો રમાવાની છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રણ મેચોની આ સિરીઝમાં શરૂઆતથી જ મજબૂત પકડ બનાવવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં તે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર કરી શકે છે. પ્રથમ ટી-20 મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં મોટા ફેરફારો થઇ શકે છે. તો ચાલો ભારતીય પ્લેઇંગ ઇલેવન પર એક નજર કરીએ.
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટી-20 મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરવા માટે મેદાને ઉતરશે. તાજેતરમાં કેએલ રાહુલ ઇજાગ્રસ્ત હોવાને કારણે મેચમાંથી બહાર થયો છે. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ રોહિત શર્મા માટે શ્રેષ્ઠ ઓપ્શન બન્યો છે. આ બંનેની જોડી સુપરહિટ સાબિત થઇ શકે છે.
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરતો જોવા મળશે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત નંબર 4 પર ઉતરશે તે નિશ્ચિત છે. આ ઉપરાંત તાજેતરમાં ફોર્મમાં ચાલી રહેલ સુર્યકુમાર યાદવ નંબર 5 પર બેટિંગ કરશે. આ તમામ ખેલાડીઓ ભારતીય મિડલ ઓર્ડરની તમામ જવાબદારી સંભાળશે.
ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડીની વાત કરીએ તો દિપક હુડાને નંબર 6 પર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી શકે છે. આ બંને ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ માટે રન બનાવી રહ્યા નહોતા. તેમને તક આપવામાં આવી હતી. પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા.
આ ઉપરાંત યુજવેન્દ્ર ચહલ સ્પિન બોલિંગની જવાબદારી સંભાળશે અને ફાસ્ટ બોલર તરીકે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને દીપક ચહરને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવશે. આ ખતરનાક ટીમ સાથે ભારતીય ટીમ પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે મેદાને ઉતરશે.