ચાલુ મેચે રોહિત શર્મા આ સિનિયર ખેલાડી પર થયો ગુસ્સે, કારણ છે કંઇક આવું…
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ત્રણ મેચોની ઘરેલું સિરીઝમાં પ્રથમ બંને મેચમાં ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ટીમ હવે આ સિરીઝમાં 2-0થી આગળ છે. આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ પૂર્ણ થયા બાદ 16 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝ કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે શરૂ થવાની છે.
ભારતીય ટીમે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ઘણી મેચમાં હારનો સામનો કર્યો હતો અને બંને સિરીઝ પણ હારી ચૂકી હતી. આવી સ્થિતિમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વેસ્ટ ઇન્ડીઝ સામેની બંને સિરીઝમાં જીત મેળવવા ઇચ્છે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી અને અંતિમ મેચમાં રોહિત શર્મા ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરી શકે છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચમાં રોહિત શર્મા આક્રમક જોવા મળ્યો હતો. આ મેચમાં એક એવો સમય આવ્યો હતો જયારે ચાહકોને રોહિત શર્માનું રોદ્ર રૂપ જોવા મળ્યું હતું. જ્યારે તે ટીમ ઇન્ડિયાના આ સિનિયર ખેલાડી પર ખરાબ રીતે ગુસ્સે થયો હતો. તો ચાલો જાણીએ રોહિત શર્મા શા કારણોસર આ સિનિયર ખેલાડી પર ગુસ્સે થયો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગની 45મી ઓવરમાં રોહિતે બોલ વોશિંગ્ટન સુંદરને આપ્યો હતો. તે સમયે યુજ્વેન્દ્ર ચહલ મિડ ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રોહિતે તેને પાછળ જવા માટે કઇ રહ્યો હતો પરંતુ તે સાંભળી રહ્યો નહોતો. આ બાબતે રોહિતને ગુસ્સો આવ્યો અને ત્યાર બાદ તે ચહલને મેદાન વચ્ચે ખિજાયો હતો.
રોહિત શર્મા ચહલને બુમો પાડીને પાછા જવા માટે કહ્યું, પરંતુ તેણે સાંભળ્યું નહીં. ફરી એકવાર રોહિત શર્માએ કહ્યુ કે તું કેમ ભાગી રહ્યો નથી. ત્યારબાદ ચહલ ઝડપથી પાછળ ગયો હતો. આ સમગ્ર ઘટના બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાતો થઇ રહી છે. રોહિત શર્માનું આવું રૂપ પહેલીવાર મેદાન પર જોવા મળ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે મેચ દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને કેએલ રાહુલની જોડીએ ભારતનો સ્કોર 237 સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 9 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જેના દમ પર ભારતીય ટીમ બીજી વન-ડે મેચ જીતવામાં સફળ રહી હતી.