રાહુલની ગેરહાજરીમાં આ ઘાતક ખેલાડી વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં લેશે તેનું સ્થાન…

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસ પર સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં એક મજબૂત પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવા ઇચ્છે છે. 6 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે અને ટી-20 સિરીઝ માટે ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાપસી પણ થઈ રહી છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં રોહિત શર્મા ફરી એકવાર ભારતની કેપ્ટનશીપ કરતો નજરે આવશે. વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં અમુક કારણોસર કેએલ રાહુલ મેચમાંથી બહાર રહ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં રાહુલ ગેરહાજરીના કારણે આ ખેલાડી તેનું સ્થાન લઈ શકે છે. ખુબજ નાની ઉંમરમાં જબરજસ્ત પ્રદર્શન કરીને આ ખેલાડીએ ઘણી લોકચાહના મેળવી છે. આ ઉપરાંત લાંબી ઇનિંગ્સ રમવા માટે ખૂબ જાણીતો છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે આ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. 30 વર્ષનો આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડ આઈપીએલમાં ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી રમે છે. આ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ તૈયાર થયેલો છે. ચેન્નઇ સુપરકિંગ્સે આ વર્ષે પણ ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલની ગેરહાજરી હોવાને કારણે તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. આ ખેલાડી લાંબા સમય સુધી રમવા માટે ઘણો જાણીતો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. વિજય હજારે ટ્રોફીમાં તેણે સતત ચાર સદી ફટકારીને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે ઘરેલું ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જન્મેલો આ ખેલાડી હાલમાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયો છે. ભારતીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ કાયમી જગ્યા બનાવી શકે છે. થોડાક સમય પછી ભારતીય ટીમને નવા ઓપનિંગ બેટ્સમેનની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં આ ખેલાડી સફળ ઓપનર તરીકે પણ સફળ સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *