રાહુલની ગેરહાજરીમાં 24 વર્ષીય આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન…

ભારતીય ટીમને સાઉથ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ અને વન-ડે એમ બંને સિરીઝમાં નિષ્ફળતા મળી છે. ભારતીય ટીમ ઘણા યુવા ખેલાડીઓ સાથે વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં મેદાને ઉતરી શકે છે. ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમશે.

તાજેતરમાં જ ભારતીય ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વનડે ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત કેએલ રાહુલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ 6 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે રમાનારી વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે મેચ કેએલ રાહુલ રમશે નહીં. આવી સ્થિતિમાં તેના સ્થાને અન્ય ખેલાડીને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવશે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં ભારતીય ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલની ગેરહાજરીમાં 24 વર્ષના આ સુપરસ્ટાર ખેલાડીને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ ખેલાડી પોતાની ઘાતક બેટિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત આ ખેલાડી કેપ્ટનશીપનો ઘણો અનુભવ પણ ધરાવે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વન-ડે મેચમાં કેએલ રાહુલના સ્થાને રિષભ પંત ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બની શકે છે. બીસીસીઆઇના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિષભ પંત વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ભારત માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમીને ભારતીય ટીમને જીત અપાવી છે. ભારતના નંબર વન વિકેટકીપર તરીકે હાલમાં રિષભ પંતનું નામ મોખરે આવે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગાબા ખાતે રમાયેલી મેચ ભારતીય ચાહકોના મનમાં હંમેશા રહેશે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પણ તેણે શાનદાર સદી ફટકારી હતી.

શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત થતાં રિષભ પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે આ કેપ્ટનશીપમાં ખૂબ સફળ સાબિત થયો હતો. આઇપીએલ 2021માં તેની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. આ ખેલાડી કેપ્ટનશીપનો અનુભવ ધરાવે છે. આવી સ્થિતિમાં કેએલ રાહુલની ગેરહાજરીમાં આ ખેલાડીને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *