રોહિત શર્માના સ્થાને આ ઘાતક ખેલાડી રાહુલની સાથે કરશે ઓપનિંગ…
ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીત્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમવા રવાના થઇ છે. 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ત્રણ ટેસ્ટ મેચ બાદ 19 જાન્યુઆરીથી વન-ડે સીરીઝ શરૂ થશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્માના હાથના ભાગે થયેલી ઇજાને કારણે આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો છે. રોહિત શર્મા આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટનનું પદ સંભાળવાનો હતો. અચાનક રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ઓપનિંગ ખેલાડીમાં કેએલ રાહુલનુ નામ નિશ્ચિત છે. પરંતુ તેની સાથે કોણ ઓપનિંગ કરશે તે અગત્યનુ છે. સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માના સ્થાને આ ખેલાડી ઓપનર તરીકે સૌથી વધારે દાવેદાર માનવામાં આવે છે. તમને જણાવી દઇએ કે તે ખેલાડી મયંક અગ્રવાલ છે.
મયંક અગ્રવાલ હાલ ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં તેણે 150 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 62 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે ટેસ્ટમાં 1200 થી વધુ રન ફટકાર્યા છે અને તેની એવરેજ 47.3 ની છે. તેણે 27 ઇનિંગ્સમાં 2 બેવડી સદી, 4 સદી અને 5 અડધી સદી ફટકારી છે.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં રોહિત શર્માના ઇજાગ્રસ્ત થયા બાદ પ્લેઇંગ ઇલેવનમાં કેએલ રાહુલની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. આ ઉપરાંત હનુમાન વિહારી અને પ્રિયાંક પંચાલ પણ ટીમમાં સામેલ છે. પરંતુ સૌથી વધુ દાવેદાર મયંક અગ્રવાલને ગણવામાં આવે છે. મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા સંઘર્ષ કરી રહ્યો હતો.
આફ્રિકા પ્રવાસમાં રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હોવાથી તેના સ્થાને મયંક અગ્રવાલને તક મળી શકે છે. 26 ડિસેમ્બરના રોજ સેન્ચુરિયન ખાતે બપોરે 1:30 એ પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 4 ટી-20 મેચની સિરીઝ રમાવાની હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના કારણે તે સિરીઝ રદ કરવામાં આવી છે.