રવિન્દ્ર જાડેજાના સ્થાને પાંચ વર્ષ બાદ આ ઘાતક સ્પિનર રમશે પહેલી ટેસ્ટ મેચ…

ન્યૂઝીલેન્ડ સામેની ટી 20 સિરીઝમાં ભારતની જીત થયા બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી જે ડ્રો ગયા બાદ હવે બીજી ટેસ્ટ મેચ જીતવા માટે બંને ટીમો ખૂબ જ મહેનત કરી રહી છે. બીજી ટેસ્ટ મેચ માટે બંને ટીમોમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ટોસ પહેલા બીસીસીઆઇએ જણાવ્યું હતું કે, ઇશાંત શર્મા, અજિંક્ય રહાણે, અને રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાં રમશે નહીં. તમને જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જમણા હાથે ઇજા થઇ હતી. જ્યારે ઇશાંત શર્માને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી અને રહાણેને પ્રથમ ટેસ્ટ મેચમાં ફિલ્ડીંગ દરમિયાન ઇજા થઇ હતી.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા અને ઇશાંત શર્માના સ્થાને વિરાટ કોહલી, જયંત યાદવ અને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, લાંબા અંતરાલ બાદ વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયામાં વાપસી થઇ છે.

જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને કોણીની ઇજાના કારણે બહાર રાખવામાં આવ્યો છે. વિલિયમ્સનના સ્થાને ડેરિલ મિચેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયામાં રવિન્દ્ર જાડેજાના સ્થાને જયંત યાદવને સામેલ કરવામાં આવ્યો છે.

ટીમ ઇન્ડિયામાં પાંચ વર્ષ બાદ જયંત યાદવને સામેલ કરવામાં આવ્યો છે. જયંત યાદવે અત્યાર સુધીમાં ચાર ટેસ્ટ મેચ રમી છે. તેમાં તેણે કુલ 11 વિકેટ ઝડપી છે અને 228 રન ફટકાર્યા છે. જયંત યાદવે છેલ્લી ટેસ્ટ મેચ 23 સપ્ટેમ્બર 2017ના રોજ ઓસ્ટ્રેલિયા સામે પુણેમાં રમી હતી. તેમાં તેનું પ્રદર્શન કંઇ ખાસ જોવા મળ્યું નહોતું.

બીજી ટેસ્ટ મેચમાં ત્રણ ખેલાડીઓને ઇજા થતા તેઓને આરામ આપવામાં આવ્યો છે અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતે 31 વર્ષના આ યુવા ખેલાડીને બીજી ટેસ્ટ મેચમાં સારુ પ્રદર્શન કરવાની એક જબરદસ્ત તક આપી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બની રહેવા માટે બંને ટીમો બીજી ટેસ્ટ મેચ જીતવાનો પ્રયત્ન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *