પુજારા અને રહાણેના સ્થાને શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં આ બે યુવા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં થયા સામેલ…

હાલમાં ચાલી રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચોની સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ 4 માર્ચથી 8 માર્ચ સુધી મોહાલીમાં રમાશે. આ ઉપરાંત બીજી ટેસ્ટ મેચ 12 માર્ચથી 16 માર્ચ સુધી બેંગલોર ખાતે રમાશે. આ ટેસ્ટ સિરીઝ પહેલા ત્રણ મેચોની ટી-20 સિરીઝ પણ રમવાની છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ માટે બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓને સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ દરમિયાન તક આપવામાં આવી હતી પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયા હતા. આવી સ્થિતિમાં તેઓને બહાર રાખવામાં આવ્યા છે.

અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા બહાર થતા ભારતીય ટીમની મિડલ ઓર્ડરની તમામ જવાબદારી આ બંને ઘાતક ખેલાડીઓને સોંપવામાં આવી છે. તાજેતરમાં આ બંને ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ તાજેતરમાં સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. તો ચાલો જાણીએ આ બંને ખેલાડીઓ કોણ છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં યુવા બેટ્સમેન શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી તાજેતરમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. આ ખેલાડી લાલ બોલની ક્રિકેટમાં અજાયબીઓ કરી શકે છે. સાઉથ આફ્રિકા ટેસ્ટ સિરીઝ દરમિયાન તેની પસંદગી થઇ હતી, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નહોતું. પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં તેને તક મળી શકે છે.

શ્રેયસ ઐયર ઉપરાંત હનુમાન વિહારીને પસંદગીકારો દ્વારા સામેલ કરવામાં આવ્યો છે. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ક્રિકેટમાં તબાહી મચાવી રહ્યો છે. આ યુવા ખેલાડી તકનો લાભ ઉઠાવીને ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકે છે. હનુમાન વિહારીએ આ પહેલા પણ ભારતીય ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ રમી છે.

વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ છોડ્યા બાદ રોહિત શર્માને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝમાં જીત મેળવવાનો પ્રયત્ન કરશે. આ ઘરેલું સિરીઝ માટે ભારતીય ટીમમાં ઘણા યુવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *