કોહલીની જગ્યાએ બીજી ટેસ્ટ મેચમાં ઐયરને નહીં પરંતુ આ ઘાતક ખેલાડીને મળ્યું સ્થાન…

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ જોહનિસબર્ગમાં રમી રહી છે. ભારતે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. તમને જણાવી દઇએ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ એક પણ ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રિકાની ધરતી પર જીતી શકી નથી. ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચવા માગશે.

ભારતે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. સેન્ચુરિયન ખાતે ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયન ટીમ બની છે. હાલમાં ભારતીય ટીમ 1-0 થી આગળ છે. ભારતીય ટીમની નજર સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સીરીઝ જીતવા પર છે. બીજી ટેસ્ટ મેચ પર વિજય મેળવીને ટેસ્ટ સિરીઝ પર કબજો કરી શકે છે.

ભારતીય ટીમમાં બેટિંગની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ મેચમાં દરેક ખેલાડીઓ સારું પરફોર્મન્સ આપ્યું હતું. સાઉથ આફ્રિકાની પીચ ફાસ્ટ બોલરો માટે અનુકૂળ છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં પણ સેમ બોલિંગ લાઇન અપ સાથે મેદાનમાં ઉતરી છે. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થતાં તે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થયો છે.

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થતાં તેના સ્થાને બીજી ટેસ્ટ મેચ માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને વિરાટ કોહલીના સ્થાને હનુમાન વિહારીને બીજી ટેસ્ટ મેચમાં તક આપવામાં આવી છે. હનુમાન વિહારીએ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી કરી છે.

હનુમાન વિહારી છેલ્લી વખત ઓસ્ટ્રેલિયા ટુર પર રમતો નજર આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત થતા તે ટીમમાં વાપસી કરી શક્યો ન હતો. પરંતુ હવે તેને આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીના સ્થાને તક આપવામાં આવી છે. તે આ તકનો ફાયદો ઉઠાવીને ભારતીય ટીમમાં કાયમ માટે સ્થાન બનાવી શકે છે.

આ સિવાય ભારતીય ટીમમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. વિરાટ કોહલીની ગેરહાજરીમાં અનુભવી ખેલાડી ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કેએલ રાહુલના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચશે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *