IPLમાં નાનકડી વાત પર બાખડી પડયા બે સિનિયર ખેલાડીઓ… – જુઓ વીડિયો
ક્રિકેટમાં મેદાન પર ઝઘડાઓ હવે સામાન્ય બની ગયા છે. પરંતુ જ્યારે સિનિયર ખેલાડીઓ આવી રીતે ક્રિકેટના મેદાન પર બાખડી પડતા હોય છે ત્યારે ચાહકોને પણ નવાઈ લાગતી હોય છે. આવી જ એક ઘટના દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ દરમિયાન સામે આવી હતી.
આઈપીએલ 2021ના બીજા તબક્કાની શરૂઆત કોલકતા નાઇટ રાઇડર્સ માટે શાનદાર રહી છે. તે ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે. ત્યારે ગઈકાલે એટલે કે મંગળવારે કોલકતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં કેકેઆરે દિલ્હી કેપિટલ્સને 3 વિકેટે હરાવી ટોપ ફોરમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ મેચ દરમિયાન સીનિયર ખેલાડીઓની તકરાર સામે આવી હતી. દિલ્હીની ઇનિંગ દરમિયાન જ્યારે રવિચંદ્રન અશ્વિન આઉટ થયો ત્યારે અશ્વિન અને ઈયોન મોર્ગન વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ કેકેઆરના સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, તે હવે બંને ખેલાડીઓ વચ્ચે મામલો શાંત પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ આ બાબતથી ખુશ છે.
દિનેશ કાર્તિકે કહ્યું કે, કેપ્ટન ઈયોન મોર્ગનને લાગ્યું હતું કે આ સ્પોર્ટ્સમાં સ્પિરિટ નથી અને ટીમ સાઉથીના બોલ પર જ્યારે અશ્વિન આઉટ થયો ત્યારે તેણે અશ્વિન સાથે વાત કરી હતી.
મેદાનથી બહાર જઈ રહેલ અશ્વિનને રોકાયો હતો અને તેણે કેકેઆરના કેપ્ટનને જોયો હતો પણ બાદમાં કાર્તિકે બંને વચ્ચે પડીને તમિલનાડુ ટીમના પોતાના સાથી ખેલાડી અશ્વિનને સમજાવ્યો હતો અને મેદાન છોડવા કહ્યું હતું.
આ પોસ્ટ પર એક ચાહકે કમેન્ટ કરી હતી કે અશ્વિન કારણ વિના દરેક વખતે હીરો બનવા જાય છે. પણ આખરે આ તકરાર બાદ જ્યારે પોતાનો વારો આવ્યો ત્યારે અશ્વિને બોલિંગ દરમિયાન મોર્ગનને ઝીરો પર આઉટ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
જુઓ વીડિયો :-
Ash with Morgan.. #Ashwin @ashwinravi99
ASH ANNA ???❤ pic.twitter.com/BNsvBeS8oe— Abitha YN (@AbithaYn) September 28, 2021