બંધ રૂમમાં કેપ્ટન બાબર આજમે પાકિસ્તાનની ટીમને કહી એવી વાત કે…
ટી 20 વર્લ્ડકપ 2021 માં ગઈકાલે એટલે કે રવિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં મેચ રમાઈ હતી. જેમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીતના હીરો કેપ્ટન બાબર, રિઝવાન અને આફ્રિદી રહ્યા હતા.
ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાને ભારતની ટીમને દસ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આજમે 52 બોલમાં 68 માર્યા હતા. પરંતુ પાકિસ્તાનના કેપ્ટનનો બાબર આ જીતથી સંતુષ્ટ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા યુ ટ્યુબ પર એક વીડિયો મુકવામાં આવ્યો હતો. આ વીડિયોમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમ ટીમના અન્ય ખેલાડીઓને એક સંદેશ આપી રહ્યો હતો.
આ વીડિયોમાં બાબર આજમ પોતાના ખેલાડીઓને એવું કહેતો નજરે આવી રહ્યો છે કે આપણે હજુ પણ સાવધાન રહેવું પડશે. વધુમાં કહ્યું હતું કે આપણે ખુશીનો આનંદ માણવો જોઈએ પરંતુ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે ફક્ત ભારતને જ નથી હરાવવાનું પરંતુ વર્લ્ડકપ જીતવાનો છે.
પાકિસ્તાન ભારત સામે વર્લ્ડ કપની 12 મેચ હાર્યા બાદ જીત્યું છે. તેથી પાકિસ્તાનના દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે આખા પાકિસ્તાનમાં જશ્નનો માહોલ હતો અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. કરાચીમાં ચાહકોએ ગાડીના હોર્ન વગાડીને આનંદ માણ્યો હતો.
ભારતીય ટીમ ઓવર કોન્ફિડન્સમાં આવીને આપણી સામે હારી ગઈ છે. બાબરની આ વાત ભારતના દરેક ખેલાડીઓએ જાણવી જોઈએ કે ક્યારે પણ જીત મળશે જ એવું ધારી લેવું જોઈએ નહીં. હવે ભારત 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે.
પાકિસ્તાને ભારત સામે જબરદસ્ત જીત મેળવી લીધી છે. તેમ છતાં પણ પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમે ખેલાડીઓને સાવચેત રહેવા જણાવ્યું હતું. હવે પછી પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે મેચ રમશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે પ્રથમવાર હારનો સામનો કર્યો છે.