મોટો ઝટકો, જાડેજા બાદ આ ઘાતક સ્પિનર પણ ઈજાગ્રસ્ત થતા બીજી ટેસ્ટ મેચમાંથી થયો બહાર…

ભારતીય ટીમ હાલમાં ઘર આંગણે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ઇંગ્લેન્ડનો સામનો કરી રહી છે. જેની પ્રથમ મેચ હૈદરાબાદ ખાતે રમાઈ હતી. જેમાં ભારતને 28 રને હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હવે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં મોટા બદલાવો જોવા મળી શકે છે.

પ્રથમ ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો પ્રથમ ઈનિંગ બાદ ભારતીય ટીમ પાસે 190 રનની લીડ હતી. પરંતુ ઓલી પોપે 196 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ઇંગ્લેન્ડની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જેના કારણે ભારતને જીત માટે ચોથી ઈનિંગમાં 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને જવાબમાં ભારતીય ટીમ માત્ર 202 રનમાં થઈ ગઈ હતી. આ રીતે ભારતને 28 અને હાર મળી છે.

હારની સાથે ભારતીય ટીમને વધુ બે મોટા ઝટકા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તે બંને ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે હાલમાં એક અન્ય ખેલાડી ઇજાગ્રસ્ત થયો હોવાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તો ચાલો જોઈએ તે કોણ છે.

મળતી માહિતી મુજબ ઇંગ્લેન્ડનો અનુભવી સ્પિનર જેક લીચ ઈજાના કારણે ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ચૂક્યો છે. આ વાતની પુષ્ટિ બેન સ્ટોક્સે કરી છે. હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં તેણે ટૂંકા સ્પેલ ફેંક્યા હતા. તેણે બીજી ઈનિંગમાં માત્ર 10 ઓવર ફેંકી હતી અને ઐયરની મહત્વની વિકેટ લીધી હતી.

જેક લીચના ઇજાગ્રસ્ત થયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે કેપ્ટન બેન સ્ટોક્સે યુવા સ્પીનર શોએબ બશીર ડેબ્યૂ કરશે તેવા સંકેતો આપ્યા છે. જે વિઝા મંજૂરીમાં વિલંબને કારણે હૈદરાબાદ ટેસ્ટમાં રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં હવે તેને બીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી શકે છે અને તે સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *