હું પણ માણસ છું… 243 રન બનાવ્યા છતાં પણ મને નથી મળતું સ્થાન, આ ગુજરાતી ખેલાડી થયો ગુસ્સે…

રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમી રહી હતી. આ સિરીઝ આવતીકાલે પૂર્ણ થવાની છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે હાલમાં ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. હાલમાં સ્થાન ન મળવા બાબતે એક મોટો વાદવિવાદ સામે આવ્યો છે.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ કપમાં હાર મળ્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટીમને સંપૂર્ણપણે બદલવાનો નિર્ણય લીધો હતો. તેણે ટેસ્ટ ટીમમાં પણ ઘણા બદલાવો કર્યા હતા. સારા ફોર્મમાં હોવા છતાં ખેલાડીઓને બહાર કર્યા હતા. આવી જ રીતે બહાર થયેલા ખેલાડીએ હાલમાં ગુસ્સામાં 243 રન બનાવ્યા છે અને રોહિતનું જ પત્તું કાપવાનું દાવો કર્યો છે.

તાજેતરમાં ભારતીય ટીમના આ ઘાતક બેટ્સમેને બેવડી સદી ફટકારીને રોહિતના સ્થાને બેટિંગ કરવાની વાત કહી છે. તે અત્યાર સુધી ઘણા મોટા રેકોર્ડ બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત ઘણી સદી ફટકારી ચુક્યો છે. હવે આગામી સમયમાં ફરી એક વખત ટીમ ઇન્ડિયા માટેની એન્ટ્રી થશે તેવું જાણવા મળ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ હાલમાં ટીમ ઇન્ડિયામાં સ્થાનના મળતા રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર તરફથી રમીને 243 રન બનાવ્યા છે. તે હજુ પણ બેટિંગ કરી રહ્યો છે. તેણે ભારતીય ટીમ પર ગુસ્સો ઠાલવ્યો છે. આ ઉપરાંત તરીકે ભારતીય ટીમમાં વાપસી કરવાનો દાવો પણ કર્યો છે. તે પહેલેથી ભારતીય ટીમમાં દીવાલ સમાન ઊભો રહ્યો છે પરંતુ અચાનક જ બહાર કરતા તે ગુસ્સામાં જોવા મળ્યો છે.

ચેતેશ્વર પુજારા અત્યાર સુધી ઘણી વખત ભારતીય ટીમને એકલા હાથે મેચ જીત અપાવતો જોવા મળ્યો છે. રોહિતે તેને બહાર કરીને મોટી ભૂલ કરી હતી પરંતુ હવે ફરી એક વખત તે તેમના સ્થાન મેળવતો જોવા મળશે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમમાં ફરી એક વખત મોટા બદલાવો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *