દુનિયા જીતવી હોય તો આ ઘાતક ખેલાડીને બનાવો ટેસ્ટ ટીમનો કેપ્ટન – રિકી પોન્ટિંગ

છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ જોવા મળી છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટેસ્ટ સિરીઝમાં હાર મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું છે. અચાનક રાજીનામું આપતા ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાય છે. ભારતીય મેનેજમેન્ટ ટીમ હાલમાં નવા કેપ્ટનની શોધમાં છે.

આ પહેલા પણ ટી-20 વર્લ્ડકપ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઇ દ્વારા વિરાટ કોહલીને વન-ડે ફોર્મેટના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપતા ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી હટયો છે.

ભારતીય મેનેજમેન્ટ ટીમ હાલમાં નવા કેપ્ટનની શોધમાં મનોમંથન કરી રહી છે. ટેસ્ટ ટીમના નવા કેપ્ટન માટે ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પોતાના નિવેદનો સામે આવ્યા છે. તાજેતરમાં રિકી પોન્ટિંગે પણ આ ઘાતક ખેલાડીનું નામ આપીને જણાવ્યું છે કે જો આ ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો ભારતને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતના સફેદ બોલના કેપ્ટન તરીકે રોહિત શર્માને ટેસ્ટ કેપ્ટન બનાવવાનો સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સ સાથે રોહિત શર્માની સફળતા તેની કેપ્ટનશીપનો મહત્વનો પૂરાવો છે. આ ખેલાડી ભારતીય ટીમ માટે એક સારો કેપ્ટન સાબિત થઈ શકે છે.

નવેમ્બર 2021માં રોહિત શર્માને ટી-20 અને વન-ડે ફોર્મેટના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ 22 ટી-20 મેચમાં ભારતીય ટીમે 18 મેચમાં જીત મેળવી છે. રિકી પોન્ટિંગે વધુમાં જણાવ્યું હતું કે આ ખેલાડી ભારતનું નેતૃત્વ કરવામાં સફળ સાબિત થઇ શકે છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખૂબ જ જબરદસ્ત ફોર્મ આ ખેલાડી સાથે પ્રભુત્વ જમાવી રહ્યો છે.

બીસીસીઆઇ પણ એવું ઈચ્છે છે કે ત્રણેય ફોર્મેટ માટે એક જ કેપ્ટન હોવો જોઈએ. આવી પરિસ્થિતિમાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી શકે છે. રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો કરી શકે છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. આ ઉપરાંત યુવા ખેલાડીઓને તક આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *