જો આ બે ખેલાડી હોત તો ટીમ ઇન્ડિયાની આટલી ખરાબ હાલત ન થઈ હોત… – રાહુલ દ્રવિડ

તાજેતરમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વન-ડે મેચમાં 4 રને હારનો સામનો કર્યો છે. ત્રીજી વન-ડે મેચમાં હાર મેળવ્યા બાદ ભારતીય ટીમે 3-0થી સિરીઝ ગુમાવી છે. આ પહેલા પણ ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં હાર મેળવી હતી. ભારતીય ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે સાઉથ આફ્રિકા પ્રવાસ નિષ્ફળ સાબિત થયો છે.

ભારતીય બેટ્સમેનો અને બોલરો આફ્રિકા સામેના પ્રવાસમાં પોતાને સફળ સાબિત કરી શક્યા નહીં. આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ઓછો અનુભવ ધરાવતી સાઉથ આફ્રિકાની ટીમ સામે હાર્યા બાદ ટીમ ઇન્ડિયા પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. આફ્રિકા સામે હાર માટે ઘણા ખેલાડીઓ જવાબદાર સામે આવ્યા છે.

આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. રાહુલ પોતાની કેપ્ટનશીપમાં પણ સતત નિષ્ફળ સાબિત થતો જોવા મળ્યો છે. હાલમાં રાહુલ દ્રવિડે ભારતીય ટીમની હાર માટે મોટું નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડે કહ્યું કે જો અમારી પાસે આ બે ખેલાડી હોત તો આજે સ્થિતિ એટલી ખરાબ ન થઇ હોત. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

રાહુલ દ્રવિડે કહ્યું કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયાની ખોટ વર્તાઇ રહી હતી. આ બંને ખેલાડીઓ ભૂતકાળમાં ભારતીય ટીમ માટે ખૂબ જ અગત્યના ઓલરાઉન્ડર સાબિત થયા હતા. પરંતુ બંને ખેલાડીઓ ઇજાગ્રસ્ત થવાના કારણે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં પ્રવેશી શક્યા નથી.

રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું કે આફ્રિકા સામેની વન-ડે સિરીઝમાં અમારી પાસે ઓલરાઉન્ડર ખેલાડીઓની કમી હતી. ટીમની લય તેના સંતુલન પર નિર્ભર કરે છે. જો આપણે ટીમનું સંતુલન જાળવી રાખીએ તો મેચ જીતવામાં સરળતા રહે છે. ભારતીય ટીમ પાસે મિડલ ઓર્ડરમાં સારી બેટીંગ કરી શકે તેવા ખેલાડીઓ ન હોવાથી ભારતની સ્થિતિ વધારે બગડી હતી.

ભારતના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા વાપસી કરતાની સાથે જ ભારતને છઠ્ઠો બોલર મળશે. આ ઉપરાંત આવનારા 2023 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને વધારેમાં વધારે વન-ડે મેચ રમવામાં આવશે. આગામી સિરીઝમાં આ બંને ખેલાડીઓ વાપસી કરે તેવી ટીમ મેનેજમેન્ટને અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *