જો ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયામાં ફેરફાર થયો તો કેકેઆરના આ ખેલાડીનું સ્થાન પાક્કું…

ટી 20 વર્લ્ડકપ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત 8 સપ્ટેમ્બરે કરી હતી. ત્યારબાદ આઈપીએલ 2021નો બીજો તબક્કો શરૂ થયો હતો. જેમાં ટી 20 વર્લ્ડકપ માટે પસંદગી પામેલા ખેલાડીઓ માંથી અમુક ખેલાડીઓનું પ્રદર્શન સાધારણ જોવા મળી રહ્યું છે. તેથી ટીમમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. આઈસીસીના નિયમ મુજબ, બીસીસીઆઈ 10 ઓક્ટોબર સુધી ટીમ ઇન્ડિયામાં ફેરફાર કરી શકે છે.

ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તે પહેલા આઇસીસીના નિયમો અનુસાર કોઇપણ ટીમ 10 ઓક્ટોબર સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આઇપીએલના બીજા તબક્કાના આધારે ટીમમાં ફેરફાર થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. જો ટીમ ઇન્ડિયામાં ફેરફાર થશે તો ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમારનું સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.

તમને જણાવી દઇએ કે, આ ત્રણેય ખેલાડીઓનું પ્રદર્શન આઈપીએલ 2021ના બીજા તબક્કામાં સાવ સાધારણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સિલેક્શનને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જો ટી 20 વર્લ્ડકપની ટીમમાં ફેરફાર કરવામાં આવશે તો કેકેઆરના સ્ટાર ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરનું સ્થાન પાક્કું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, આ યુવા ખેલાડીએ આઈપીએલ 2021ના બીજા તબક્કામાં પોતાને સાબિત કર્યો છે, અને દર્શાવ્યું છે કે તે ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકા નિભાવવા માટે સક્ષમ છે.

વેંકટેશ ઐયરે આ વર્ષે કેકેઆર માટે ડેબ્યુ કર્યું હતું. તેણે પહેલી જ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 41 રનની નોટ આઉટ ઇનિંગ રમી હતી. ત્યારબાદ તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામે 53 રનની જબરદસ્ત ઇનિંગ રમીને ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

આ ઉપરાંત વેંકટેશ ઐયરે પંજાબ કિંગ્સ સામે 67 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે મેચ જીતવામાં કેકેઆર અસફળ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, વેંકટેશ ઐયર બેટિંગની સાથે બોલિંગમાં પણ પારંગત છે. તેણે આ મેચમાં છેલ્લી ઓવરમાં કે.એલ. રાહુલને આઉટ કરીને તે સાબિત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *