રોહિત બહાર રહેશે તો કોહલી નહીં પરંતુ આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝની ગઇ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પ્રથમ દિવસ દરમિયાન ભારતના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરીને ભારતનું પલ્લું ભારે રાખ્યું છે.
ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ 19 જાન્યુઆરીથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પરંતુ આફ્રિકા સીરીઝ પહેલાં જ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો છે. જો રોહિત શર્મા ફીટ નહીં થાય તો વનડે સિરીઝમાંથી પણ બહાર થઇ શકે છે.
વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધા બાદ ભારતના નવા કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે. વનડે ફોર્મેટમાં પણ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આફ્રિકા સામેની વનડે સીરીઝમાં આ ખેલાડી ફીટ નહી હોય તો ભારતીય ટીમને એક નવો કેપ્ટન શોધવો પડશે.
જો રોહિત શર્મા વનડે સિરીઝમાંથી બહાર થશે તો આ ખેલાડી ટીમની કમાન સંભાળી શકે છે. આ પદ માટે વિરાટ કોહલી નહીં પરંતુ ભારતના બેટ્સમેન કેએલ રાહુલ સૌથી વધારે દાવેદાર છે. વિરાટ અને રોહિત પછી ટીમના સૌથી સિનિયર ખેલાડીઓમાં આ ખેલાડીનું નામ આવે છે. આ ઉપરાંત તાજેતરમાં રોહિતની ગેરહાજરીમાં ટેસ્ટ સીરીઝમાં વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી રાહુલને સોંપવામાં આવી હતી.
રાહુલે ભૂતકાળમાં ઘણી વખત કેપ્ટનશીપ કરી છે. આ સિવાય પંજાબ કિંગ્સમાં તે ઘણા વર્ષોથી કેપ્ટનશીપ કરી રહ્યો છે. બીજી તરફ વિરાટ કોહલી માટે ફરીથી આ પદ મેળવવું મુશ્કેલ છે તેની પાછળનું કારણ એ છે કે બીસીસીઆઇ વિરાટ થી ખૂબ નારાજ છે અને કોઇ ખેલાડીને કેપ્ટનશીપ પદેથી હટાવ્યા બાદ ફરીથી તેને આપી શકાય નહીં.
રોહિત શર્મા જો ફિટનેસ ટેસ્ટમાં પાસ નહીં થાય તો આફ્રિકા સામેની વનડે સિરીઝ માટે રાહુલને કેપ્ટન બનાવવામાં આવશે. સાઉથ આફ્રિકા સામે ચાર મેચની ટી 20 સીરીઝ રમાવવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે તે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં રમાતી ટેસ્ટ સીરીઝ ભારત માટે જીતવી ખૂબ જરૂરી છે. કેમ કે આ પહેલા એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકા ધરતી પર ભારત જીત્યું નથી.