રોહિત શર્મા ઇજાના કારણે વન-ડે સિરીઝમાંથી બહાર થશે તો આ ઘાતક ખેલાડી બનશે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન…

ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ગઇ છે. ત્રણ ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ ભારત માટે ઘણી અગત્યની રહેશે. ભારતે આ પહેલા એક પણ ટેસ્ટ સીરીઝ આફ્રિકાની ધરતી પર જીતી નથી. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગે સેન્ચુરિયન ખાતે થશે.

આફ્રિકા પ્રવાસ પહેલા ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા મુંબઇમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન હાથના ભાગે જબરજસ્ત ઇજાગ્રસ્ત થયો હતો. ઇજા ગંભીર હોવાને કારણે આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માંથી બહાર રહ્યો છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ઇજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ મુશ્કેલીમાં મુકાઇ છે.

વિરાટ કોહલીને વન ડે ફોર્મેટમાં કેપ્ટન પદેથી હટાવ્યા બાદ રોહિત શર્માને ભારતીય ટીમની કમાન સોપવામાં આવી છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ સીરીઝમાંથી તો બહાર થયો છે પરંતુ વનડે સિરીઝ શરૂ થાય તે પહેલા પરત નહીં ફરે તો તેના સ્થાને કેપ્ટન તરીકે કોણ જવાબદારી સંભાળશે તે જાણવા જેવું છે.

આફ્રિકા સામેની ત્રણ વન-ડે સીરીઝનો પ્રારંભ 19 જાન્યુઆરી થશે. રોહિત શર્મા પરત નહીં ફરે તો તેના સ્થાને કેએલ રાહુલને વન-ડે ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપી શકાય છે. કેએલ રાહુલ આઇપીએલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. કેએલ રાહુલ એક અનુભવી ખેલાડી છે. તે છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમ સાથે જોડાયેલા છે અને સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

હાલમાં જ વિરાટ કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ વનડે સિરીઝ જો તે પરત નહીં ફરે તો ભારતીય ટીમ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં એક નવા વિકલ્પ તરીકે ત્રણ વન-ડે મેચની આ સીરીઝમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવી શકે છે. 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરીઝમાં રાહુલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ ત્રણ વન ડે મેચ 19 જાન્યુઆરથી શરૂ થશે. આગામી વર્લ્ડકપની ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં ખેલાડીઓને સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *