જો રોહિત શર્મા કેપ્ટન બનશે તો આ 3 ખેલાડીઓનું પત્તું ટીમ ઇન્ડિયામાંથી કપાવવાનું નક્કી…

રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ ટી 20 વર્લ્ડકપ બાદ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરી લીધો છે. આ અંગેની જાહેરાત તેણે થોડા દિવસો પહેલા જ કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સતત એ સવાલ ઉઠી રહ્યો છે કે હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન કોણ બનશે?

વિરાટ કોહલીની કેપ્ટનશીપ છોડવા અંગેની જાહેરાત કર્યા બાદ ક્રિકેટ નિષ્ણાંતો દ્વારા સતત એ અટકળો લગાવવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બની શકે છે. ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે.

ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો છે. તેથી ટીમ ઇન્ડિયાને એક નવો કોચ અને કેપ્ટન મળશે. નવા કેપ્ટનની સાથે ટીમમાં પણ ઘણા બધા ફેરફારો થઈ શકે છે. જો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે તો આ ત્રણ ખેલાડીઓનું પત્તું ટીમ ઇન્ડિયા માંથી કપાઇ શકે છે.

રોહિત શર્મા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બને તો યુવા બેટ્સમેન ઇશાન કિશનને વિકેટકિપર બેટ્સમેન તરીકે ટી20 અને વનડે ટીમમાં સ્થાન મળી શકે છે. તેવામાં રિષભ પંતનું સ્થાન જોખમમાં મુકાઇ શકે છે કારણ કે, ઇશાન કિશન મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્મા સાથે છેલ્લા ઘણા વર્ષોથી રમે છે.

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈનીનું ટીમ ઈન્ડિયામાંથી પત્તું કપાઇ શકે છે. જો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે તો નવદીપ સૈનીની જગ્યાએ બીજા બોલરને ટીમમાં તક મળી શકે છે. કારણ કે, નવદીપ સૈનીને અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયામાં કઈ ખાસ તક મળી નથી અને તેનું પ્રદર્શન પણ સાધારણ જોવા મળી રહ્યું છે.

આ ઉપરાંત ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ વિરાટ કોહલીના પસંદગીના ખેલાડીમાંથી એક છે. તેથી તેને ટીમમાં સ્થાન મળી રહ્યું હતું, પરંતુ રોહિત શર્માના કેપ્ટન બનતાની સાથે જ તેનું પત્તું ટીમમાંથી કપાઇ શકે છે. કારણ કે રોહિત શર્મા વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યા કે પછી જયંત યાદવને ટીમમાં સ્થાન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *