જો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે તો આ 3 ખેલાડીઓના પત્તા કપાવવાનું નક્કી…

ટી 20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ કેપ્ટન પદેથી ખસી જવાનું નક્કી કરી લીધું છે. વર્લ્ડકપ પહેલા તેણે જાહેરાત કરી હતી કે આ તેની કેપ્ટનશીપ હેઠળ છેલ્લો વર્લ્ડકપ છે. ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓનું એવું માનવું હતું કે વિરાટ કોહલી પછી રોહિત શર્મા કેપ્ટન બને, પરંતુ ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે, ટીમની કમાન કોઇ યુવા ખેલાડીના હાથમાં સોંપવામાં આવી શકે છે.

ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ ટી 20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થવા જઇ રહ્યો છે. તેથી બીસીસીઆઇએ નવા કોચ તરીકે રાહુલ દ્રવિડનું નામ જાહેર કર્યું છે. નવા કોચ અને નવા કેપ્ટન સાથે ભારતીય ટીમ આગળની સિરીઝ રમશે. બીસીસીઆઇ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલા નવા કેપ્ટનની જાહેરાત કરશે. જો રોહિત શર્મા કેપ્ટન બનશે તો ભારતની ટીમમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

રોહિત શર્મા કેપ્ટન બનતાની સાથે જ આ ત્રણ ખેલાડીઓના પત્તા કપાઇ શકે છે. ટીમ ઇન્ડિયાના યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનું પત્તું કપાઇ શકે છે કારણ કે તે કોહલીની પસંદગીનો ખેલાડી છે. આઇપીએલમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે પરંતુ ટી 20 ઇન્ટરનેશનલ અને વન-ડેમાં તેનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળી રહ્યું છે. રોહિત શર્મા વોશિંગ્ટન સુંદરની જગ્યાએ કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન આપી શકે છે.

ભારતનો ફાસ્ટ બોલર નવદીપ સૈની ટી 20, ટેસ્ટ અને વન-ડેમાં ભારતની ટીમ તરફથી રમી ચૂક્યો છે. પરંતુ તેનું પ્રદર્શન પણ સાવ સાધારણ જોવા મળ્યું હતું. નવદીપ સૈની પણ વિરાટ કોહલીની પસંદગીનો ખેલાડી છે. તેથી જો રોહિત શર્મા કેપ્ટન બનશે તો તેના સ્થાને તે કોઇ અન્ય ખેલાડીને ટીમમાં સ્થાન આપશે.

ભારતીય ક્રિકેટ ટીમ સાથે રિષભ પંત છેલ્લા ઘણા સમયથી જોડાયેલો છે. પરંતુ જો રોહિત શર્મા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનશે તો તેનું સ્થાન ખતરામાં મુકાઇ શકે છે કારણ કે તે રિષભ પંતના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરી શકે છે. ઇશાન કિશન રોહિત શર્માની પસંદગીનો ખેલાડી છે અને તે ઘણા વર્ષોથી મુંબઇ ઇન્ડિયન્સમાં એક સાથે રમે છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન વિરાટ કોહલીએ એક પણ સદી મારી નથી. રહાણેએ પણ છેલ્લા એક વર્ષમાં એક પણ સદી ફટકારી નથી. વિરાટ કોહલી, રહાણે અને પૂજારા જેવા ખેલાડીઓને તેનું પ્રદર્શન સુધારવું પડશે. છેલ્લા એક વર્ષમાં આ બધા ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. રોહિત શર્મા કેપ્ટન બનશે તો ભારતીય ટીમમાં ઘણા ફેરફારો થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *