જો રાહુલ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો આ ત્રણ ખેલાડીઓની કારકિર્દી કાયમ માટે થઇ જશે સમાપ્ત…
છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમમાં ઘણી ખળભળાટ જોવા મળી છે. ટી 20 વર્લ્ડકપ પછી ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ફોર્મેટના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ બીસીસીઆઈ દ્વારા કોહલીને વનડે ટીમના કેપ્ટન પદેથી હટાવી લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી વેરવિખેર થઈ ગઈ છે.
કેપ્ટન વિરાટ કોહલીએ ટૂંકા ફોર્મેટમાંથી રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માને ટીમની કમાન સોપવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં આફ્રિકા સામેની ટેસ્ટ હાર્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપ્યું છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અચાનક રાજીનામું આપ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગઇ છે. હવે ભારતીય ટીમના નવા કેપ્ટન તરીકે કોની પસંદગી થશે તે મહત્વનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કેએલ રાહુલની પસંદગી થઈ શકે છે. પરંતુ રાહુલ ટીમનો કેપ્ટન બનશે તો આ ત્રણ ખેલાડીઓની કારકિર્દી સમાપ્ત થઈ શકે છે.
ભારતીય ખેલાડી મયંક અગ્રવાલ આફ્રિકા સામેની સિરીઝમાં ફ્લોપ સાબિત થયો હતો. કેએલ રાહુલ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનશે તો તેનું સ્થાન ઓપનિંગ બેટ્સમેન તરીકે નિશ્ચિત છે અને સાથે રોહિત શર્માની વાપસી થશે તો મયંક અગ્રવાલનું પત્તું કપાય શકે છે. આ ખેલાડી આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન છ ઇનિંગ્સમાં માત્ર એક અડધી સદી બનાવી શક્યો હતો. રાહુલને કારણે તેની કારકિર્દી સમાપ્ત થવા તરફ જઈ રહી છે.
ન્યૂઝીલેન્ડ બાદ પૃથ્વી શો પણ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં જોવા મળ્યો નહોતો. કેએલ રાહુલ આ ખેલાડીની કારકિર્દી પર બ્રેક લગાવી શકે છે. કારણ કે રાહુલની સાથે ઓપનિંગ તરીકે રોહિત શર્મા જોવા મળશે અને આ ખેલાડીની રેસમાં શુભમન ગિલ પણ છે. આવી સ્થિતિમાં પૃથ્વી શોને તક મળવી મુશ્કેલ લાગી રહી છે. નાની ઉંમરના આ ખેલાડીની કારકિર્દી ખતમ થવા તરફ જઈ રહી છે.
ભારતીય અંડર 19 વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલો શુભમન ગિલ પોતાના બેટથી જાદુ બતાવી ચૂક્યો છે. તેને ભવિષ્યમાં ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે પરંતુ હાલમાં રાહુલ કેપ્ટન બનશે તો તેની ગેરહાજરી જોવા મળી શકે છે. ગિલે ભારતીય ટીમ માટે 10 ટેસ્ટ મેચમાં 558 રન બનાવ્યા છે, જેમાં ચાર પાંચ સદી પણ સામેલ છે.