કોહલી-રોહિત પણ ખરાબ ફોર્મમાં હતા તો મને જ કેમ કર્યો બહાર… 37 સદી ફટકારનાર આ ખેલાડીએ MS ધોની પર લગાવ્યો ગંભીર આરોપ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લાં ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે ચોથી ટેસ્ટ મેચની ભવ્ય શરૂઆત થવાની છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ હાલમાં ચોથી મેચ પહેલા સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. બીજી તરફ હાલમાં ભારતીય મેનેજમેન્ટ ટીમ માટે એક અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

વિશ્વ ક્રિકેટ જગતમાં આપણે જોયું છે કે ઉંમર વધવાના કારણે અથવા ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા હોય છે. તેઓ પછી ક્યારેય રમતા જોવા મળતા નથી. તાજેતરમાં પણ આવો જ અન્ય મહત્વપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ટીમમાં સ્થાન ન મળતા આ સુપરસ્ટાર ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી છે અને આ સમયે ગંભીર આરોપ પણ લગાવ્યો છે.

તાજેતરમાં આ ભારતીય ખેલાડીએ જણાવ્યું હતું કે જ્યારે રોહિત ખરાબ ફોર્મમાં હતા. બીજી તરફ મેં સદી ફટકારી હતી છતાં પણ મને બહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મને એક પણ મેચમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હું આ પ્રશ્નનો જવાબ માંગુ છું. હાલમાં જ સોશિયલ મીડિયા સમક્ષ આ સમગ્ર મામલો સામે આવતા છે.તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હાલમાં નિવૃત્તિ સમયે પૂર્વ બેટ્સમેન મનોજ તિવારીએ જણાવ્યું હતું કે હું ક્યારેય ભારતીય ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. મેં વર્ષ 2008 દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ મને ફક્ત 12 મેચોમાં રમવાની તક મળી હતી. મેં છેલ્લે 104 રન બનાવ્યા છતાં પણ મને બહાર કરવામાં આવ્યો હતો. આ સમયે રોહિત અને કોહલી પણ ખરાબ ફોર્મમાં હતા પરંતુ તેઓને બહાર કર્યા ન હતા.

મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું કે જ્યારે મને તક મળશે ત્યારે હું મહેન્દ્રસિંહ ધોનીને આ બાબતે જવાબ આપવા માટે કહીશ. ઓસ્ટ્રેલિયાની સામે કોઈ ખેલાડી રન બનાવી રહ્યો નહોતો પરંતુ મેં સદી ફટકારી હતી. તેના નામે અત્યાર સુધી 10,000 કરતાં વધુ રન છે. બીજી તરફ રણજી ટ્રોફીમાં તેણે ઘણી મેચોમાં જીત પણ અપાવી છે. હાલમાં જ આ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *