જો હાર્દિક પંડ્યા આ વસ્તુ નહીં કરે તો તે ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર…

આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતે પોતાની પહેલી મેચ 24 ઓકટોબરના રોજ પાકિસ્તાન સામે દુબઇમાં રમી હતી. જેમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને ભારતને આ મેચમાં દસ વિકેટ માત આપી હતી. તમને જણાવી દઇએ કે, વર્લ્ડકપમાં ભારત પહેલી વખત પાકિસ્તાન સામે હાર્યું હતું.

પાકિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ટીમ કોમ્બિનેશનને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે ભારત પોતાની આગામી મેચ 31 ઓક્ટોબરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ મેચ પણ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતને સેમિફાઇનલની રેસમાં બની રહેવા માટે આ મેચ જીતી ખૂબ જ જરૂરી છે.

જો ભારત ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી જશે તો સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ જશે. તેથી ભારત આ મેચને લઇને કોઇ પણ પ્રકારનો ચાન્સ લેશે નહીં. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો હાર્દિક પંડ્યા આ મેચમાં બોલિંગ કરી શકતો નથી તો તેને ટીમમાં સ્થાન મળવું જોઈએ નહીં. તેના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમ ઇન્ડિયા માટે રમવાનો મોકો મળવો જોઇએ.

તમને જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2019માં પીઠની સર્જરી કરાવી હતી. ત્યારબાદનો તે ઓછી બોલિંગ કરી રહ્યો છે. આઇપીએલ 2021માં એક પણ ઓવર બોલિંગ નહોતી કરી. છેલ્લે તે શ્રીલંકા ટૂર પર બોલિંગ કરતો નજરે આવ્યો હતો. તેમ છતાં પણ તેને ટીમમાં એક ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે હાલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે.

હાર્દિક પંડ્યાના બેટેથી રન નીકળી રહ્યા નથી અને તે બોલિંગ પણ કરી રહ્યો નથી. તેથી ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે તેના સ્થાને ઇશાન કિશનને ટીમમાં સ્થાન મળવું જોઇએ. ઇશાન કિશન પણ હાર્દિક પંડ્યાની જેમ ઘાતક બેટિંગ કરવા માટે જાણીતો છે.

આ ઉપરાંત ઘણા બધા ક્રિકેટ નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં હાર્દિક પંડ્યાના સ્થાને શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવો જોઈએ કારણ કે શાર્દુલ ઠાકુર બોલિંગની સાથે સારી એવી બેટિંગ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *