ICCએ જાહેર કરી ટેસ્ટ ટીમ ઓફ ધ યર! વિરાટ નહીં પરંતુ આ ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન…
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર વર્ષે ટેસ્ટ ટીમ ઓફ ધ યર બહાર પાડવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન સારુ પ્રદર્શન કરતા ખેલાડીઓને આ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવે છે. આઇસીસી દ્વારા આ પહેલા પણ શ્રેષ્ઠ ટી-20 ટીમ ઓફ ધ યર અને શ્રેષ્ઠ વન-ડે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં ઘણા ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ કેટલાક દિગ્ગજોને પડતા મુકાયા છે. વર્ષ 2021 દરમિયાન વિશ્વના ઘણા ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરીને પોતાની ટીમને ટોપ પર પહોંચાડી છે અને ખેલાડીઓને આઇસીસી દ્વારા રેન્કીંગ પણ આપવામાં આવે છે.
આઇસીસી દ્વારા શ્રીલંકાના દીમુથ કરુણારત્ને અને ભારતીય ખેલાડી રોહિત શર્માને ઓપનિંગ બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ બંને ખેલાડીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ટેસ્ટ ફોર્મેટમાં ખૂબ જ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયાના માનસ લાબુશેનને નંબર ત્રણ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડના જો રૂટને નંબર ચાર પર સ્થાન અપાયું છે.
આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં ન્યુઝીલેન્ડ બેટ્સમેન કેન વિલિયમસનને નંબર પાંચ પર સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેને આ પ્લેઇંગ ઇલેવનનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પાકિસ્તાની ખેલાડી ફવાદ આલમને નંબર છ પર સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને નંબર સાત પર સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેનને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ખેલાડી રવિચંદ્રન અશ્વિને એક સફળ સ્પિનર તરીકે આ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ વર્ષ દરમિયાન આ ખેલાડી એક સફળ સ્પિનર સાબિત થયો છે.
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને ફાસ્ટ બોલર તરીકે સ્થાન મળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનના હસન અલી અને શાહિન આફ્રિદીને પણ ફાસ્ટ બોલર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં વિરાટ કોહલીને સ્થાન મળ્યું નથી. રોહિત શર્મા, રિષભ પંત અને રવિચંદ્રન અશ્વિન આ ત્રણ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે.