હું નિવૃત્તિ નહીં લઉં… મારે હજી વર્લ્ડ કપ 2027 રમવો છે, 37 વર્ષીય આ ઘાતક ખેલાડીએ કર્યો ધડાકો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. આ ફાઇનલ મેચમાં છેલ્લે સુધી કટોકટીની સ્થિતિ જોવા મળી હતી. ભારતીય ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમને ફાઇનલમાં સફળતા મળી છે અને તેઓએ વર્લ્ડ કપ જીત્યો છે. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તરત જ એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે.

ક્રિકેટ જગતમાં અત્યાર સુધી ઉંમર વધવાના કારણે અથવા ખરાબ ફોર્મના કારણે ઘણા દિગ્ગજ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા હોય છે. બીજી તરફ મોટી ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ વધુ ઉમર ધરાવતા ક્રિકેટરો પણ નિવૃત્તિ લે છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ 37 વર્ષીય આ ખેલાડીને નિવૃત્તિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મહત્વપૂર્ણ બાબત જણાવી છે.

ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ તરત જ આ 37 વર્ષીય આ સુપર સ્ટાર ખેલાડીને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે નિવૃત્તિ લેશે ત્યારે તેણે કહ્યું હતું કે હું હજુ નિવૃત્તિ લઈશ નહીં. મારે વર્લ્ડ કપ 2027માં રમવું છે. બીજી તરફ હજુ હું રમવા માટે ફિટ છું અને ટીમ પર બોજ બનતો નથી. જેથી સતત રમતો જોવા મળીશ તે નક્કી છે. તો ચાલો આપણે જાણીએ કે 37 વર્ષીય આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સ્ટાર ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હજી હું એક વર્લ્ડ કપ રમવા ઈચ્છું છું. આ વર્લ્ડ કપમાં 11 મેચમાં મેં 535 રન બનાવ્યા હતા. હવે આપણે વર્લ્ડ કપ 2027 માં જોવા મળીશું. મને ઓસ્ટ્રેલિયન ટીમ પર ખૂબ જ ગર્વ છે. બીજી તરફ હજુ હું બોજ બનતો નથી. જેથી મારું સ્થાન ટીમમાં રહેશે તે નક્કી છે.

ડેવિડ વોર્નર પહેલેથી ઘાતક બેટિંગ કરતો જોવા મળ્યો છે. તેણે અત્યાર સુધી ઘણી મોટી ટુર્નામેન્ટમાં એકલા હાથે જીત અપાવી છે. આવી સ્થિતિમાં હવે આગામી મેચો તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે. હવે વિશ્વની તમામ ટીમો આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારીઓ કરશે. આ ટુર્નામેન્ટ જૂન મહિનામાં શરૂ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *