હું 100 રન બનાવીને ભારતને હરાવીશ… મેચ પહેલા આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કર્યો ધડાકો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતા રવિવારે ચેન્નાઇ ખાતે જબરદસ્ત મેચ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો માટે આ વર્લ્ડ કપની પ્રથમ મેચ રહેશે. બંને ટીમો હાલમાં ચેન્નાઈ ખાતે આવી પહોંચ્યા છે અને સતત પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. મેચ પહેલા હાલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી દ્વારા ઘણા નિવેદન આપવામાં આવ્યા છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો થોડા સમય પહેલા જ ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં અમને સામને ટકરાઈ હતી. જેમાં ભારતીય ટીમે પ્રથમ બંને મેચમાં જીત મેળવી હતી. ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. આ સિરીઝના અનુભવ બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે ખતરનાક ફોર્મમાં જોવા મળશે. મેચ પહેલા જ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ હાલમાં એક ધમકી આપી છે.

તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ જણાવ્યું હતું કે હું ભારત સામે 100 પ્લસ રન બનાવીશ. હું પહેલેથી ભારતીય પીચ ઉપર સફળ રહ્યો છું. આ ઉપરાંત આઇપીએલમાં પણ મને રમવાનો ઘણો અનુભવ છે. ચેન્નાઇ ખાતે અત્યાર સુધી હું ઘણી સદી ફટકારી ચૂક્યો છે. જેથી આ મેચમાં મારા માટે મહત્વની તક રહેશે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે તાજેતરમાં જણાવ્યું છે કે હું ભારત સામેની પ્રથમ મેચમાં જ મોટો સ્કોર બનાવીશ. તેણે સદી ફટકારવાનો પણ દાવો કર્યો છે. વોર્નર પહેલેથી ભારતીય પીચો પર ધમાકેદાર બેટિંગ કરતા આવ્યો છે. તાજેતરમાં પણ તેણે વન-ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે પ્રથમ મેચમાં જ ભારી પડી શકે છે.

ડેવિડ વોર્નર ઉપરાંત સ્ટીવ સ્મિથે પણ સારી બેટીંગ કરવાનો દાવો કર્યો છે. બીજી તરફ તેઓની બોલિંગ લાઈન પણ ઘણી મજબૂત છે. જેથી પ્રથમ મેચમાં જ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડી શકે છે. આ મેચ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે. ભારતીય ક્રિકેટ ટીમ અત્યારથી જ પ્રેક્ટીસ સેશનમાં તમામ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *