હું પણ માણસ છું… IPL અને ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા કંટાળીને 22 સદી ફટકારનાર આ ખેલાડીએ લીધી નિવૃત્તિ…

ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો તાજેતરમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચી ખાતે શરૂ થવાની છે. આ મેચની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલમાં એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે.

વિશ્વ ક્રિકેટ જગતમાં અત્યાર સુધી ઉમર વધવાના કારણે અથવા ખરાબ ફોર્મના કારણે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેઓ પછી ક્યારેય રમતા જોવા મળતા નથી. આવી જ રીતે તાજેતરમાં સ્થાન ન મળવાથી કંટાળીને આ ખેલાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કાયમી માટે નિવૃત્તિ જાહેર કરી છે. હાલમાં જ સોશિયલ મીડિયા સમક્ષ આ અપડેટ સામે આવ્યું છે.

તાજેતરમાં મળેલ માહિતી અનુસાર 34 વર્ષીય આ સ્ટાર ખેલાડીએ ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે. તેને પહેલેથી છોટે ધોની તરીકે ઓળખવામાં આવે છે. તેણે અત્યાર સુધી ઘણા રન બનાવ્યા છે. તેના નામે ઘણા મોટા રેકોર્ડ પણ છે પરંતુ યુવા ખેલાડીઓને સ્થાન આપવા માટે હાલમાં તેને નિવૃત્તિ લીધી છે તેવું કહ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સૌરભ તિવારીએ તાજેતરમાં ક્રિકેટ જગતને અલવિદા કહ્યું છે. તેણે જણાવ્યું હતું કે આ નિવૃત્તિ લેવાનો સારો સમય છે. ભારતીય ટીમમાં હાલમાં ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળી રહ્યું છે. જેથી મારે નિવૃત્તિ લેવી જોઈએ. અત્યાર સુધી તેણે 22 સદી અને 13057 રન બનાવ્યા છે. તે પહેલેથી ઝારખંડની ટીમ તરફથી રમતો આવ્યો છે. તેને છોટે ધોની માનવામાં આવે છે.

સૌરભ તિવારી ભારત તરફથી ઘણી વન-ડે મેચો પણ રમી ચૂક્યો છે. આઇપીએલમાં પણ તે ચાર ફ્રેન્ચાઇઝી સાથે રમ્યો હતો. હવે તેણે નિવૃત્તિ જાહેર કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ એક મોટો ઝટકો ગણી શકાય છે. અત્યારથી જ આગામી ટુર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમમાં નવા નવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. જે ખૂબ જ સારી બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *