પૈસાનો ભૂખ્યો નિકળ્યો આ ખેલાડી… ઇજાનું બહાનું કાઢીને નીકળ્યો ફરવા, BCCIએ સબૂત સાથે પકડ્યો

ભારતીય ક્રિકેટ છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની આગેવાની હેઠળ ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આ સિરીઝની પ્રથમ ત્રણેય મેચો તાજેતરમાં પૂર્ણ થઈ છે. હવે ચોથી મેચની શરૂઆત થઇ ચૂકી છે. આ મેચ ખૂબ જ અગત્યની સાબિત થાય તેમ છે. આ પહેલા હાલમાં એક અન્ય ચોંકાવનારો કિસ્સો પણ સામે આવ્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઘણા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. બીજી તરફ ઇજાગ્રસ્ત ખેલાડીઓને કારણે તેમની ચિંતા પણ વધી છે. ઘણી વખત ખેલાડીઓ બીસીસીઆઈની વિરુદ્ધમાં જઈને ઘણા કારનામાં કરતા પકડાય છે. હાલમાં પણ આવો જે ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ભારતીય ટીમનો આ ખેલાડી ઇજાનું કહીને હાલમાં ફરવા નીકળ્યો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર ભારતીય ટીમનો આ ઘાતક ખેલાડી ઇજાનું બહાનું કરીને ટીમમાંથી બહાર થયો છે. તેનું રમવું ખૂબ જરૂરી હતું. આઇપીએલ પહેલા તેની ટેસ્ટ કરવી જરૂરી હતી. હવે બીસીસીઆઈ તેને ગંભીર સજા આપી શકે છે. આ પહેલા પણ તે ઘણી વખત આવા કારનામાં કરી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર બેટ્સમેન કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન ઇશાન કિશનને હાલમાં રણજી ટ્રોફીમાં રમવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે ઇજાનું બહાનું કર્યું છે. બીજી તરફ બેંગ્લોરથી એનસીએ દ્વારા બીસીસીઆઇ ને એક મહત્વપૂર્ણ રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં ઇશાન કિશન ઇજાગ્રસ્ત નથી તેવું જણાવવામાં આવ્યું છે. હાલમાં ઇશાન અન્ય સ્થળોએ પોતાના મિત્રો સાથે પકડાયો છે.

ઇશાન પહેલા અન્ય ઘણા ખેલાડીઓ પણ આવી જ રીતે રણજી ટ્રોફી માંથી રમવાનો ઇનકાર કરી ચૂક્યો છે. બીસીસીઆઈના નિયમ મુજબ આઇપીએલ માં રમવા માટે ખેલાડીઓની ફિટનેસ ખૂબ જરૂરી છે. જેથી તેઓને રણજી ટ્રોફીમાં રમવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ઘણા ખેલાડીઓ ઇનકાર કરી રહ્યા છે. જે ખરાબ બાબત પણ ગણી શકાય છે. હાલમાં જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *