હિટમેન ઓન ફાયર… રોહિતે એવો ગગનચુંબી છગ્ગો ફટકાર્યો કે બેન સ્ટોક્સ ચોંકી ઉઠ્યો…-જુઓ વિડિયો

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં રોહિત શર્માની આગેવાની હેઠળ રાંચી ખાતે ચોથી ટેસ્ટ મેચ રમી રહી છે. આ મેચનો ચોથો દિવસ હાલમાં શરૂ થયો છે. ભારતીય ટીમની સ્થિતિ હાલમાં ઘણી મજબૂત જોવા મળી છે. ભારતીય ટીમ હાલમાં જીત મેળવવા તરફ આગળ વધી રહી છે. બીજી તરફ ભારતીય સ્ટાર ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ફરી એક વખત પોતાની બેટિંગથી લોકોના દિલ જીત્યા છે.

ચોથી મેચની શરૂઆતમાં આપણે જોયું હતું કે ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવ બાદ 46 રનની લીડ બનાવી હતી. ત્યારબાદ બીજા દાવમાં તેઓએ 145 રન બનાવ્યા હતા અને ભારતને 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં બીજા દાવ દરમિયાન રોહિત શર્મા શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો છે. આજે ચોથા દિવસની શરૂઆતમાં જ તેને જેમ્સ એન્ડરસનના બોલ પર જબરદસ્ત ગગનચુંબી છગ્ગો ફટકાર્યો છે.

રોહિત શર્માએ હાલમાં 11મી ઓવરના ચોથા બોલ પર એવી સિક્સ ફટકારી હતી કે ઇંગ્લેન્ડના ખેલાડીઓ ચોંકી ઊઠ્યા હતા. કેપ્ટન બેન સ્ટોક્સ પણ નજર હટાવી શક્યો નહોતો. તેણે પણ જબરદસ્ત રિએક્શન આપ્યું છે. રોહિત ફરી એક વખત તરીકે સફળ સાબિત થયો છે. તેની સિક્સર ફટકાર્યનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થતો જોવા મળ્યો છે.

રોહિતની ઘાતક સિક્સર સામે હાલમાં સોશિયલ મીડિયા પર ચાહકો તેને અલગ અલગ રિએક્શન આપતા જોવા મળ્યા છે. રોહિત પહેલેથી હિટમેન તરીકે પ્રખ્યાત છે. આજે તેણે જબરદસ્ત સીક્સ ફટકારીને લોકોના દિલ જીત્યા છે. હાલમાં તેના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. તો ચાલો આપણે પણ તેના આ વિડીયો પર એક નજર કરીએ અને સમગ્ર માહિતી વિશે જાણકારી મેળવીએ.

જુઓ વિડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *