તેને ઘર ભેગો કરવો જોઈએ… આ ગુજરાતી ખેલાડી નિષ્ફળ રહેતા બહાર કરવાની થઈ માંગ…

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં હૈદરાબાદ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બંને ટીમો દ્વારા દબાણ બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળી શકે છે. હાલમાં બંને ટીમોના ખેલાડીઓ સારા ફોર્મમાં પણ જોવા મળ્યા છે. આ ઉપરાંત હાલમાં એક અન્ય મામલો પણ સામે આવ્યો છે.

સમગ્ર મેચની વાત કરીએ તો પ્રથમ દિવસે ઇંગ્લેન્ડ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ભારતીય ટીમ બોલિંગ કરતી જોવા મળી છે. પ્રથમ સેશન પૂર્ણ થતા જ ઇંગ્લેન્ડની ટીમે 3 વિકેટે 108 રન બનાવ્યા છે. આ દરમિયાન ભારતીય ટીમના ઘણા બોલરો સફળ રહ્યા પરંતુ આ ગુજરાતી ખેલાડી નિષ્ફળ થયો છે. જેના કારણે ઘણા આરોપો લાગ્યા છે.

પ્રથમ દિવસે જ ઇંગ્લેન્ડ સામે આ ગુજરાતી ખેલાડી વિકેટ લઈ શક્યો નહીં. છેલ્લા ઘણા સમયથી તે પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. વનડે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં પણ તે મુશ્કેલી અનુભવતો જોવા મળ્યો હતો. જેના કારણે હાર મળી હતી. હાલમાં પણ તે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. જેથી બહાર કરવાની માંગ થઈ છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે હાલમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને બહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. બુમરાહ દ્વારા આજે શરૂઆતમાં 4 ઓવર ફેકવામાં આવી પરંતુ તે વિકેટ લઈ શક્યો નહીં. આ પહેલા પણ તે ઘણી વખત નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો હાલમાં તેને ટ્રોલ કરી રહ્યા છે અને બહાર કરવાની માંગ કરી રહ્યા છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે.

બુમરાહ અત્યાર સુધી મુખ્ય બોલર તરીકે દરેક મેચમાં વિકેટ અપાવતો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ રહ્યો છે. જેથી જાડેજા અને અશ્વિન જેવા ખેલાડીઓ પર દબાણ જોવા મળે છે. હાલમાં જ સમગ્ર મામલો સામે આવતા વાદ વિવાદ થયો છે. રોહિત હાલમાં જ એક્શન મોડમાં પણ જોવા મળ્યો છે. તે આગામી મેચમાં ઘણા બદલાવો કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *