તે રણજીમાં રમવાને પણ લાયક નથી… વર્લ્ડ કપ હાર્યા બાદ આ ખેલાડીને હંમેશા માટે બહાર કરવાની થઈ માંગ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જબરદસ્ત જીત મેળવી છે. બીજી તરફ ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ જીત મળી નહિ. મેચ પૂર્ણ થયા બાદ ફરી એક વખત ખેલાડીને બહાર કરવાનો મામલો સામે આવ્યો છે.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન આપણે જોયું હતું કે ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને લાઈનમાં ઘણી મજબૂતાઈ દેખાઈ રહી હતી પરંતુ ફાઇનલ મેચમાં અમુક ભૂલોના કારણે ભારતને શરમજનક હાર નો સામનો કરવો પડ્યો છે. શરૂ મેચે પણ ઘણી મુશ્કેલીઓ થઈ હતી. આ ઉપરાંત હાલમાં ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ટીમના આ સુપર સ્ટાર ખેલાડીને કાયમી માટે બહાર કરવાની માંગ પણ ચાલી રહી છે.

તાજેતરમાં આ ભારતીય સ્ટાર ખેલાડીને હવે એક પણ મેચમાં સ્થાન આપવાની માંગ થઈ રહી છે. તે રણજીમાં પણ રમવાને લાયક નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. વર્લ્ડકપની એક પણ મેચમાં તે સફળ રહ્યો નથી. તે પોતાના રોલ પ્રમાણે કામ કરી શક્યો નથી. જેથી હવે તેને બહાર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને હવે એક પણ મેચમાં સ્થાન આપવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂર્યકુમારને ફિનિશર તરીકેનો મહત્વનો રોલ આપવામાં આવ્યો હતો પરંતુ તે એક પણ મેચમાં કમાલ કરી શક્યો નથી. ફાઈનલ જેવી મહત્વની મેચમાં પણ તે આખરી ક્ષણે આઉટ થયો હતો. જો તે પીચ પર હોત તો ભારતનો સ્કોર ઘણો ઊંચો જાય તેમ હતો.

સૂર્ય કુમારના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમને ઘણી મુશ્કેલીઓ થઈ હતી. બીજી તરફ આગળની મેચોમાં પણ તે આવી રીતે ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. હાર્દિકના ગયા બાદ સૂર્ય કુમારને મહત્વની તકો મળી પરંતુ તે સફળ રહ્યો નથી. જેથી હવે તેને સ્થાન ન આપવાની માંગ થઈ રહી છે. આ ઉપરાંત અન્ય ઘણી બાબતો પર તે ટ્રોલ પણ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *