હાર્દિક પંડ્યાનો ચોંકાવનારો ખુલાસો, ટી-20 વર્લ્ડ કપમાં મારી સાથે થયું હતું આવું વર્તન…
ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ રમી હતી. આ વર્લ્ડ કપમાં ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછી ભારતીય ટીમની વાપસી થઇ નહી. અંતે ભારત ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયું હતું.
ભારતીય ટીમે ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે પ્રથમ વખત હાર મેળવી હતી. ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને વર્લ્ડકપ પૂરો થયા બાદ ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટી-20 ફોર્મેટના કેપ્ટન પદેથી પણ રાજીનામું જાહેર કર્યું હતું. તાજેતરમાં તે બધા ફોર્મેટના કેપ્ટન પદેથી હટી ગયો છે.
ભારતીય ટીમનો ઘાતક ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાં જોવા મળ્યો નથી. ફિટનેસની સમસ્યાને કારણે ટીમમાંથી બહાર રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે હાર્દિક પંડ્યાએ ટી-20 વર્લ્ડ કપ દરમિયાન બનેલી ઘટનાઓ બાબતે મોટો ખુલાસો કર્યો છે. તો ચાલો જાણીએ હાર્દિક પંડ્યાએ શું કહ્યું છે.
હાર્દિક પંડ્યાએ કહ્યું કે મેં પહેલી મેચ માટે ખૂબ જ મહેનત કરી હતી પરંતુ મને બોલિંગ કરવાનો મોકો મળ્યો નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં તેની પસંદગી ફક્ત બેટ્સમેન તરીકે થઇ હોય તેવું લાગી રહ્યું હતું. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ તેને બોલિંગ કરવાની તક આપી નહીં. ત્યારબાદ ભારતીય ટીમ હારી જતા તેનો સંપૂર્ણ દોષ હાર્દિક પર ઠાલવવામાં આવ્યો હતો.
હાર્દિક પટેલે ખુલાસો કરતા કહ્યું કે ટી-20 વર્લ્ડ કપમાં મારી પસંદગી ઓલરાઉન્ડર તરીકે નહીં પરંતુ બેટ્સમેન તરીકે કરવામાં આવી હતી, પરંતુ જ્યારે ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારે મારી પસંદગી ઓલરાઉન્ડર તરીકે થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમને મળેલી અસફળતાનો તમામ દોષ મારી પર ઠાલવવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જણાવ્યું છે કે હું ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રહેવા માંગુ છું. મને ખબર નથી કે મારી સાથે શું ખરાબ થાય છે પરંતુ હું મારી તૈયારી સાથે ઓલરાઉન્ડર તરીકે મેદાનમાં ઉતરીશ. આ ઉપરાંત હું મારા દેશ માટે વર્લ્ડકપ જીતવા માંગુ છું. આઇપીએલની વાત કરીએ તો આગામી સિઝનમાં અમદાવાદની કમાન આ ખેલાડી સંભાળવાનો છે અને તેની કેપ્ટનશીપ હેઠળ અમદાવાદની ટીમ કેવું પ્રદર્શન કરશે તે જોવાનું રસપ્રદ રહેશે.