હાર્દિક પંડયાની ફિટનેસની પોલ ખુલી ગઇ, ટીમના કોચ મહેલા જયવર્ધને કર્યો મોટો ખુલાસો…

મુંબઇ ઇન્ડિયન્સના કોચ મહેલા જયવર્ધનેએ પંજાબ કિંગ્સ સામેની મેચ બાદ શુક્રવારે કહ્યું હતું કે, ટીમ હાર્દિક પંડ્યાને આઈપીએલ 2021માં બોલિંગ કરવાને લઇ કોઇ ઉતાવળ કરવાના નથી. કારણ કે, જો ઉતાવળ કરીશું તો તેને મુશ્કેલી આવી શકે છે. જેની અસર આગામી ટી-20 વિશ્વકપમાં તેના પ્રદર્શન પર જેવા મળી શકે છે.

આઇપીએલ 2021ના બીજા તબક્કાની પ્રથમ બે મેચ તે નહોતો રમ્યો, ત્યારબાદ તેની ટીમમાં વાપસી થઇ હતી. પરંતુ પ્રથમ મેચમાં તે માત્ર ત્રણ રનમાં જ આઉટ થઈ ગયો હતો. આથી ટી-20 વિશ્વકપમાં તેના સિલેક્શનને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારબાદ હાર્દિકે તેની બીજી મેચમાં 30 બોલમાં 40 રન બનાવીને વાપસી કરી છે.

ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાની પસંદગી કરનારા મુખ્ય પસંદગીકર્તાએ કહ્યું કે, હાર્દિક પંડ્યા 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં ખાતે યોજાનારા ટી-20 વર્લ્ડકપમાં બોલિંગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જયવર્ધનેએ કહ્યું કે, હાર્દિકે લાંબા સમયથી બોલિંગ નથી કરી, માટે અમે તેના માટે સર્વશ્રેષ્ઠ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે હાર્દિકના મામલે ટીમ ઇન્ડિયા સાથે સતત સંપર્કમાં છીએ.

મહેલા જયવર્ધનેએ કહ્યું કે, તે આઇપીએલમાં બોલિંગ કરશે કે નહીં, તે અમે દરેક દિવસના આધારે નિર્ણય કરીશું. જયવર્ધનેએ કહ્યું કે, જો અમે તેને હાલ બોલિંગ માટે વધારે દબાણ કરીશું તો તે મુશ્કેલીમાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ 2019માં પીઠની સર્જરી કરવી હતી. જે બાદ વાપસી કર્યા પછી તેણે એટલા પ્રમાણમાં બોલિંગ કરી નથી, જેટલી તે કરતો હતો. જોકે માર્ચમાં ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝમાં તેણે નિયમિત રૂપે બોલિંગ કરી હતી.

પરંતુ ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ આઈપીએલના પ્રથમ તબક્કામાં બોલિંગ નહોતી કરી અને હવે આઈપીએલના બીજા તબક્કામાં પણ તે બોલિંગ નથી કરી રહ્યો. તેથી તેના ટી-20 વર્લ્ડકપના સિલેક્શન પર સવાલો ઉઠી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *