4 મેચમાં 348 રન બનાવનાર આ ઘાતક ખેલાડી કાપશે હાર્દિક પંડ્યાનું પત્તું…

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 1-0 થી જીતી હતી. ત્યારબાદ હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર જવાની છે. ત્રણ ટેસ્ટ મેચની આ સીરીઝ 26 ડિસેમ્બરના રોજ શરૂ થશે. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડે મેચની સીરીઝ પણ રમશે. બીસીસીઆઇ દ્વારા સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

સાઉથ આફ્રિકા સામે ત્રણ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ વન-ડે સિરીઝનો પ્રારંભ થશે. વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ઘરેલુ મેચમાં ઘણા યુવા ખેલાડીઓ ચમકી રહ્યા છે. હાર્દિક પંડ્યા એક ખતરનાક ઓલરાઉન્ડર ખેલાડી છે. તે પોતાની બેટિંગ અને બોલિંગથી વિશ્વના હોનહાર બેટ્સમેનોને પણ હચમચાવી દે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે મેચ રમતો જોવા મળ્યો નથી.

હાર્દિક પંડ્યા અનફિટ હોવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર રહ્યો છે. આ ઓલરાઉન્ડર ખેલાડીના બહાર રહેવાથી ટીમ ચિંતામાં મૂકાઇ છે. પરંતુ હાલમાં તેના જેવોજ એક ઘાતક ખેલાડી વિજય હજારે ટ્રોફીમાં ધૂમ મચાવી રહ્યો છે. તમને જણાવી દઇએ તે ખેલાડી વેંકટેશ ઐયર છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં પોતાની બેટિંગ અને બોલિંગથી લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

છેલ્લી 4 મેચમાં વેંકટેશ ઐયરે 348 રન બનાવ્યા છે. વેંકટેશ ઐયરે શનિવારે રમાયેલી ઉત્તરાખંડ સામેની મેચમાં હાફ સેન્ચ્યુરી ફટકારી હતી અને 2 વિકેટ લીધી હતી. આ મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતાં મધ્યપ્રદેશે 330 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી ઉત્તરાખંડની ટીમ 223 રન જ બનાવી શકી હતી. જેમાં ઐયરે બે વિકેટ લીધી હતી.

વેંકટેશ ઐયર બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ માહેર ખેલાડી છે. આ પહેલા કેરળ સામેની મેચમાં 84 બોલમાં 112 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી. પ્રથમ મેચમાં મહારાષ્ટ્ર સામે 14 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. વેંકટેશ ઐયર છેલ્લા ઘણા સમયથી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે.

હાલમાં ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ટીમમાંથી ઇજાને કારણે બહાર છે. આવી સ્થિતિમાં ઐયરને સાઉથ આફ્રિકા પ્રવાસ પર સ્થાન મળી શકે છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ઘણા બીજા યુવા ખેલાડીઓને પણ સ્થાન મળી શકે છે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને ટીમમાંથી બહાર થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *