આ ઘાતક ખેલાડીએ કાપ્યું હાર્દિક પંડ્યાનું પત્તું, હવે નહીં મળે ટીમ ઇન્ડિયામાં સ્થાન…
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ રમી રહી છે. આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. હાલમાં બીજી ટેસ્ટ મેચ જોહાનિસબર્ગમાં રમાઇ રહી છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ પૂર્ણ થયા પછી 19 જાન્યુઆરીથી વનડે સિરીઝની શરૂઆત થશે.
છેલ્લા ઘણા સમયથી ભારતના દિગ્ગજ ખેલાડીઓ ઇજાના કારણે બહાર થઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને ત્યાર બાદ હવે ભારતીય બેટ્સમેન રોહિત શર્મા પણ ઇજાને કારણે બહાર થયા છે. આફ્રિકા સામેની સિરીઝમાં ભારતીય ટીમ આ બે દિગ્ગજ ખેલાડીઓ વિના રમી રહી છે.
ટીમ ઇન્ડિયાનો ઘાતક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક સમયથી તેની કારકિર્દીના સૌથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી 20 વર્લ્ડકપ પછી તે ભારતીય ટીમમાં જોવા મળ્યો નથી. તેની ફિટનેસ તેની કારકિર્દી માટે મોટી સમસ્યા બની ચૂકી છે. આ ખેલાડી બરાબર બેટિંગ કે બોલિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં તે હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બહાર થયો છે.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના ખરાબ ફોર્મના કારણે બહાર થયો હોવાથી તેના સ્થાને શાર્દુલ ઠાકુરને સ્થાન આપવામાં આવ્યું છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શાર્દુલને પહેલા બોલિંગ માટે લેવામાં આવ્યો હતો પરંતુ હાલ ઓલરાઉન્ડર તરીકેની સારી ભૂમિકા ભજવી રહ્યો છે.
શાર્દુલ ઠાકુરને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં પણ તક આપવામાં આવી હતી અને હવે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તબાહી મચાવી રહ્યો છે. શાર્દુલ ઠાકુર ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાની કમી દેખાવા દેતો નથી. શાર્દુલ ઠાકુરને ટીમનો પેર બ્રેકર પણ કહેવામાં આવે છે કારણ કે તે એવા સમયે વિકેટ લે છે જ્યારે દરેકને વિકેટ ન મળતી હોય.
સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચમાં શાર્દુલ ઠાકુરે સાત વિકેટ ઝડપી હતી. તેની બોલિંગ સામે આફ્રિકાના બેટ્સમેનો ટકી શક્યા નહીં. તેણે મેચને તોફાની બનાવી દીધી હતી. તેણે આ મેચમાં 61 રન આપીને સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ ઘાતક ખેલાડી ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યાના સ્થાને કાયમી જગ્યા બનાવી શકે છે.