હાર બાદ ફાટી નીકળ્યો હાર્દિક પંડ્યાનો ગુસ્સો, આ સ્ટાર ખેલાડીને ગણાવ્યો હારનું કારણ…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલમાં ત્રણ મેચોની વનડે સિરીઝ રમાઇ હતી. જેમાં ભારતીય ટીમે 3-0થી જીત મેળવી હતી. ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત થઇ છે. જેની પ્રથમ મેચ રાંચી ખાતે રમાઇ હતી. જેમાં ભારતીય ટીમને 21 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રથમ મેચની વાત કરવામાં આવે તો ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 177નો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ 20 ઓવરમાં માત્ર 155 રન બનાવી શકી હતી. જેના કારણે 21 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય ટીમની વાત કરવામાં આવે તો બોલિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી. ભારતીય ટીમના તમામ બોલરો ખૂબ જ ખર્ચાળ સાબિત થયા હતા. આ ઉપરાંત બેટિંગમાં પણ સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર સિવાય કોઇ ખાસ રન બનાવી શક્યા ન હતા. જેના કારણે ભારતીય ટીમની હારનો સામનો કરવો પડ્યો છે. મેચ બાદ હાર્દિક પંડ્યાએ ઘણા ખેલાડીઓને આડેહાથ લીધા હતા.
પ્રથમ મેચમાં જ મળેલી કારમી હાર બાદ હાર્દિક પંડ્યા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. તેણે ભારતીય ટીમની બોલિંગને ખૂબ જ સાધારણ ગણાવી હતી. તેણે કહ્યું કે ભારતીય ટીમ શરૂઆતમાં વિકેટ લેવામાં અસફળ રહી હતી. તમામ ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. ઉમરાન મલિકની એક ઓવરમાં 16 રન ગયા હતા જે બાદ ન્યુઝીલેન્ડની ઇનિંગને વેગ મળ્યો હતો.
ભારતીય બોલિંગની વાત કરવામાં આવે તો વોશિંગ્ટન સુંદરે પોતાની 4 ઓવરમાં 22 રન આપીને બે વિકેટ લીધી હતી. આ સિવાય તમામ કુલદીપ યાદવે પણ શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 20 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ સિવાય તમામ બોલરો ખૂબ જ ખર્ચાળ સાબિત થયા હતા.
ટીમ ઇન્ડિયાની નબળી બોલિંગના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 176 રન બનાવવામાં સફળ રહી હતી. જોકે રાંચીના મેદાન પર એવરેજ સ્કોર 160 રન સુધીનો છે. જેના કારણે ભારતીય ટીમને ટાર્ગેટનો પીછો કરતા સમયે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારતે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે અંતે ભારતને 21 રનને હારનો સામનો કરવો પડ્યો છે.