હાર્દિક પંડ્યા થશે મુંબઇ ઇન્ડિયન્સ માંથી બહાર, જાણો કયા ત્રણ ખેલાડીઓને રિટેન કરશે મુંબઇ…

આઇપીએલ 2021 માં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું ન હતું. હવે આ ફ્રેન્ચાઇઝી આગામી વર્ષની મેગા ઓક્શનની તૈયારી કરી રહી છે. ટીમના માલિકોએ હવે નક્કી કરવાનું છે કે કયા ખેલાડીઓને તે ટીમમાં જાળવી રાખવા માંગે છે. BCCIના નિયમ મુજબ કોઇ પણ ટીમ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે.

આઇપીએલ 2022 પહેલા મેગા ઓક્શન થશે. તેને ધ્યાનમાં રાખીને મુંબઇ ઇન્ડિયન્સના શોર્ટલિસ્ટ કરાયેલા કેટલાક નામો સામે આવી રહ્યા છે. જેઓને ફ્રેન્ચાઇઝી જાળવી રાખવાના મૂડમાં છે. જેના કારણે આ સ્ટાર ખેલાડી નિરાશ થઇ શકે છે.

પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2020 ની સિઝન માટે તે ખેલાડીઓની યાદી તૈયાર કરી છે જે ખેલાડીઓને તે રિટેન કરવા માંગે છે. આ યાદીમાં હાર્દિક પંડ્યાનું નામ આવશે નહીં કારણ કે તે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે બોલિંગ પણ કરી રહ્યો નથી.

ખેલાડીઓને જાળવી રાખવાના મુદ્દાઓ સાથે જોડાયેલા એક વરિષ્ઠ આઇપીએલ અધિકારીએ કહ્યું, મને લાગે છે કે આવતા વર્ષે RTM કાર્ડ નહીં હોય. જો RTM નહીં હોય તો 4 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકાય છે.

વરિષ્ઠ અધિકારીએ વધુમાં કહ્યું કે, રોહિત શર્મા ટીમની પહેલી પસંદગી હશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. ત્યારબાદ ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમની બીજી પસંદગી હશે અને કિરોન પોલાર્ડ ટીમની ત્રીજી પસંદગી હશે. આ ત્રણેય ખેલાડીઓ ટીમના આધારસ્તંભ છે.

આ અધિકારીએ કહ્યું કે, હાર્દિકને ટીમમાં જાળવી રાખવાની સંભાવના ઓછી છે. જો તે ટી 20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરશે તેમ છતાં પણ તેને ટીમમાં તક મળશે નહીં કારણ કે જો ચાર ખેલાડીઓને જાળવી રાખવામાં આવે અથવા એક RTM હોય, તો સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન તે સ્થાન માટે મોટા દાવેદાર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *