હાર્દિક પંડ્યા થશે બહાર, રોહિત નહીં પરંતુ આગામી મેચમાં આ ગુજરાતી ખેલાડી બનશે મુંબઈનો નવો કેપ્ટન…

હાલ ભારત ખાતે આઇપીએલ રમાઈ રહી છે અને તમામ ખેલાડીઓ આઈપીએલ રમવા માટે ભારત પહોંચી ગયા છે. આઈપીએલ બાદ તરત જ વેસ્ટ ઈન્ડિઝ ખાતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ટીમમાં સ્થાન મેળવવા તમામ ખેલાડીઓ હાલ તનતોડ મહેનત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આઈપીએલની વચ્ચે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે.

આઈપીએલ 2024માં ગઈકાલે મુંબઈ અને ચેન્નઈ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈએ મુંબઈને 20 રને માત આપી આ સીઝનની ચોથી જીત મેળવી લીધી છે. આ સાથે જ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળ મુંબઇ ઇન્ડિયન્સને આ ચોથી મેચમાં હાલનો સામનો કરવો પડ્યો છે. જે બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આઇપીએલ 2024 પહેલાં રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે અત્યાર સુધી સફળ સાબિત થઈ શક્યો નથી. હાર્દિક પંડ્યાની વાત કરવામાં આવે તો આઈપીએલ 2024માં તેણે ગુજરાત ટાઇટન્સ નેતૃત્વ સંભાળ્યું હતું અને પ્રથમ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવી હતી. પરંતુ હાલમાં આઈપીએલ 2024માં તે કઈ ખાસ પ્રદર્શન કરી શકતો નથી.

આવી સ્થિતિમાં હવે તેને બહાર કરી તેના સ્થાને આ ગુજરાતી ખેલાડીને મુંબઇ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તે આ પહેલા ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ જસપ્રિત બુમરાહ છે. તે એક જબરદસ્ત કેપ્ટન બની શકે છે અને હાલ તે સારા ફોર્મમાં પણ જોવા મળી રહ્યો છે.

આઈપીએલ 2024માં તે પર્પલ કેપની રેસમાં પણ ટોપ પર ચાલી રહ્યો છે. આ સિવાય તે આ પહેલા ભારત માટે કેપ્ટન્સી કરી ચૂક્યો છે. હવે હાર્દિક પંડ્યા નિષ્ફળ રહેતા તેના સ્થાને જસપ્રિત બુમરાહને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. તે મુંબઈને આ સિઝનમાં ચેમ્પિયન બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *