હાર બાદ આઉટ ઓફ કંટ્રોલ થયો હાર્દિક પંડ્યા, પોતાને નહીં પરંતુ આ ભારતીય ખેલાડીને ગણાવ્યો હારનું કારણ…

આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 14 એપ્રિલના રોજ મુંબઈ ઇન્ડિયન અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જેમાં ચેન્નાઈએ મુંબઈ ઇન્ડિયન્સને 20 રને માત આપી આ સીઝનની ચોથી જીત મેળવી લીધી છે. આ સાથે જ ચેન્નાઈની ટીમ પોઇન્ટ ટેબલમાં નંબર ત્રણ પર છે.

ચેન્નાઈ સુપરકિંગ્સે અત્યાર સુધી આઈપીએલ 2024માં 6 મેચો રમી છે. જેમાં તેણે ચાર મેચોમાં જીત મેળવી છે અને બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટીમે 6 મેચો રમી છે. જેમાં ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને ફક્ત બે મેચમાં જીત મળી છે. આ સાથે જ તે હાલ પણ પોઈન્ટ ટેબલમાં નંબર સાત પર છે.

મુંબઈ ઈન્ડિયન્સની વાત કરવામાં આવે તો આ વર્ષે હાર્દિક પંડ્યા ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે. હાર્દિક પંડ્યા અત્યાર સુધી કેપ્ટનશીપમાં નિષ્ફળ સાબિત થતો હોય તેવું કહી શકાય કારણ કે અત્યાર સુધી રમાયેલી મેચોમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. આવી સ્થિતિમાં તેની કેપ્ટનશીપ પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે.

ચેન્નાઈ સામેની હાર બાદ હાર્દિક પંડ્યા આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયો હતો અને તેણે આ ભારતીય ખેલાડીને જાહેરમાં હારનું કારણ ગણાવ્યું હતું તેણે કહ્યું કે સૂર્યકૂમાર યાદવ આજે ચેન્નાઇ સામે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. તે ઝીરો રન પર આઉટ થયો હતો. જેના કારણે અન્ય બેટ્સમેનો પણ દબાણ જોવા મળ્યું હતું.

તમે જણાવી દઈએ કે સૂર્યકૂમાર યાદવે હાલમાં જ આઈપીએલમાં વાપસી કરી છે. તે ઈજાના કારણે શરૂઆતની મેચોમાંથી બહાર થયો હતો. આઈપીએલ 2024ની પ્રથમ મેચમાં તેણે દિલ્હી સામે ખાસ પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ બેંગ્લોર સામેની મેચમાં તેણે 17 બોલમાં ફિફ્ટી ફટકારીને જબરદસ્ત વાપસી કરી હતી અને હવે ફરી એક વખત ચેન્નાઈ સામે તે નિષ્ફળ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *