હાર્દિક પંડ્યાએ પસંદ કરી IPLની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11, રોહિત શર્માને નહીં પરંતુ આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન…
ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ મેચમાં 113 રને માત આપી છે. હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ ની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ભારતના બેટ્સમેનોએ આ નિર્ણયને ખરો સાબિત કરી બતાવ્યો હતો. ટીમના ઓપનિંગ પ્લેયરોએ ટીમને જબરદસ્ત શરૂઆત આપી મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી.
આફ્રિકા સામેની આ મહત્વપૂર્ણ જીતમાં ટીમ ઇન્ડિયાના બોલરોનો પણ એટલો જ ફાળો રહ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમમાંથી બહાર થયેલો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ એકથી એક ખેલાડીઓની પસંદગી કરીને આઇપીએલની ઓલટાઇમ બેસ્ટ પ્લેઇંગ ઇલેવન બનાવી છે. તો ચાલો જોઇએ હાર્દિક પંડ્યા તેની પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીઓને સ્થાન આપ્યું છે.
હાર્દિક પંડ્યાએ ઓપનિંગ બેટ્સમેન તરીકે રોહિત શર્મા અને ક્રિસ ગેલને પસંદ કર્યા છે. ત્યારબાદ નંબર ત્રણ પર હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને સ્થાન આપ્યું છે અને નંબર 4 માટે હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીના સાથે પાર્ટનર એબીડી વિલિયર્સને પસંદ કર્યો છે. હાર્દિક પંડ્યાએ નંબર પાંચ માટે મિસ્ટર આઇપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાને પસંદ કર્યો છે.
નંબર 6 માટે હાર્દિક પંડ્યાએ મહેન્દ્રસિંહ ધોનીની પસંદગી કરી છે. જ્યારે નંબર સાત પર હાર્દિક પંડ્યાએ પોતાની પસંદગી કરી છે. નંબર 8 અને 9 પર અફઘાનિસ્તાનના રાશિદ ખાનની અને વેસ્ટ ઇન્ડિઝના સુનિલ નારાયણની પસંદગી કરી છે. આ બંનેની જોડી સ્પિન ડિપાર્ટમેન્ટમાં તબાહી મચાવી શકે છે.
હાર્દિક પંડ્યાએ ફાસ્ટ બોલિંગ માટે જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગાની પસંદગી કરી છે. પરંતુ આ પ્લેઇંગ ઇલેવનમાં આશ્ચર્યની વાત તો એ છે કે હાર્દિક પંડ્યાએ કેપ્ટન તરીકે રોહિત શર્માને નહીં પરંતુ મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇ સુપરકિંગ્સ 9 વખત ફાઇનલમાં પહોંચી ચૂકી છે. જેમાં ચાર વખત ટાઇટલ જીતવામાં સફળ રહી છે.
ધોનીની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલમાં ચેન્નઇ સુપર કિંગ્સે ચાર ટાઇટલ જીત્યા છે. જ્યારે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે પાંચ ટાઇટલ પોતાના નામે કર્યા છે. તેમ છતાં પણ હાર્દિક પંડ્યાએ રોહિતના સ્થાને મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. હાર્દિક પંડ્યા પોતે રોહિત શર્મા કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સમાં રમે છે પરંતુ મહેન્દ્રસિંહ ધોની તેની નજરમાં શ્રેષ્ઠ કેપ્ટન છે.