આવી રીતે હાર્દિક પંડ્યા ક્યારેય નહીં કરી શકે વાપસી, BCCIએ રાખી આ મોટી શરત…
તાજેતરમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં વિજય મેળવીને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ ત્રણ મેચોની સિરીઝ પૂર્ણ થયા બાદ 24 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. બીસીસીઆઇ દ્વારા શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને સામેલ કરવામાં આવ્યો નથી.
ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન અને ઇજાગ્રસ્ત થવાના કારણે તેને ત્યારબાદ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત તે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો નથી. ટી-20 વર્લ્ડકપ બાદ દરેક સિરીઝમાંથી તે બહાર રહ્યો છે.
ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. તેને લઇને બીસીસીઆઇ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં હાર્દિક પંડ્યાને સામેલ કરવામાં આવ્યો નથી. આ બાબતે બીસીસીઆઇ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તેને ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે મોટી શરત રાખવામાં આવી છે. તો ચાલો સમગ્ર બાબત વિશે જાણીએ.
બીસીસીઆઇના અધ્યક્ષ ચેતન શર્માએ શનિવારે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાને ભારતીય ટીમમાં પ્રવેશવા માટે 100 ટકા ફિટનેસ હોવી જોઇએ. આ ઉપરાંત તાજેતરમાં આયોજીત રણજી ટ્રોફીમાં તે રમવાનો ઇનકાર કરી રહ્યો છે. ખેલાડીને રમવાનું પસંદ ન હોય તો બીસીસીઆઇ ક્યારેય દબાણ કરતી નથી. પરંતુ રણજી ટ્રોફીમાં ઘણા ખેલાડીઓ પોતાની ફિટનેસ પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયામાં પ્રવેશ મેળવતા હોય છે.
જ્યારે રોહિત શર્માને હાર્દિક પંડયાની ઉપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જ્યાં સુધી બોલિંગની ફિટનેસ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તેના નામ પર વિચાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત હાર્દિક ચોક્કસપણે ભારતીય ટીમનો મહત્વનો ખેલાડી છે, પરંતુ તે 100 ટકા ફિટ થશે ત્યારબાદ તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવશે.
ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાંથી બહાર રહ્યો છે. તાજેતરમાં બીસીસીઆઇ દ્વારા હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયામાં પ્રવેશવા માટે આ શરતો મુકવામાં આવી છે. જો આ શરતોમાં તે સફળ સાબિત થશે તો જ આવનારી સિરીઝોમાં તેને તક આપવામાં આવશે. તાજેતરમાં હાર્દિક પંડ્યાને આઇપીએલમાં ગુજરાતી ટાઇટન્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.