હાર્દિકે કર્યો ધડાકો, હાર બાદ સુર્યા સહિત આ ત્રણ ખેલાડીઓને બહાર કરવાની કરી જાહેરાત…

આઈપીએલ 2024માં ગઈકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નઈએ મુંબઈને માત આપી આ સિઝનની ચોથી જીત મેળવી લીધી છે. આ સાથે જ ચેન્નઈની ટીમ હાલ પોઇન્ટ ટેબલમાં નંબર ત્રણ પર છે. ચેન્નઇ સુપરકિંગ્સ આ વર્ષે પણ પ્લેઓફમાં કવોલીફાઇ કરવા માટે સૌથી મોટી દાવેદાર છે.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરવામાં આવે તો અત્યારે સુધી રમાયેલી છ મેચોમાંથી ફક્ત બે મેચોમાં જીત મળી છે. આ સાથે જ હાલ પણ પોઇન્ટ ટેબલમાં નંબર 7 પર છે. આવી સ્થિતિમાં હવે હાર્દિક પંડ્યા આગામી મેચોમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માગશે નહીં કારણ કે હવે પ્લેઓફમાં કવોલીફાઇ કરવા માટે બાકી રહેલી 8 માંથી તેમને પાંચ મેચો જીતવી જરૂરી છે.

આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા આગામી મેચોમાં મોટા બદલાવો સાથે મેદાને જોવા મળી શકે છે. તે સુર્યકુમાર યાદવ સહિત આ ત્રણ ખેલાડીઓને બહાર કરવાની વાત પણ કરી છે. તેણે કહ્યું કે ચેન્નાઈ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો જેના કારણે હવે તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે અને અન્ય યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળી શકે છે.

ટીમનો ફાસ્ટ બોલર આકાશ મધવાલ પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. બેંગ્લોર સામેની મેચમાં તે ખૂબ જ મોંઘો સાબિત થયો હતો અને હાલ ચેન્નાઈ સામેની મેચમાં પણ તેણે ત્રણ ઓવરમાં 37 રન આપીને ફક્ત એક વિકેટ ઝડપી હતી. જે બાદ ટીમના અન્ય બોલરો પર દબાણ વધ્યું હતું. તે આ મેચમાં પણ ખૂબ જ મોંઘો સાબિત થયો છે.

આ સિવાય ટીમનો અનુભવી ખેલાડી મોહમ્મદ નબીની વાત કરવામાં આવે તો તે પણ અત્યાર સુધી કોઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. ચેન્નાઇ સામેની મેચમાં તેને ત્રણ ઓવર ફેંકી હતી પરંતુ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો. આ સિવાય બેટિંગમાં પણ તે નિષ્ફળ સાબિત થયો હતો. જેના કારણે હવે તેને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *