હરભજને કહ્યું- સૂર્યકુમારની ભૂલ નથી, આ 2 ખેલાડીઓના કારણે ફાઇનલ મેચમાં મળી હાર…

ભારતીય ટીમને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ ખાતે રમાયેલ આ મેચમાં શરૂઆતથી કટોકટીની સ્થિતિ જોવા મળી હતી પરંતુ ક્ષણે ઓસ્ટ્રેલિયાની ટીમે ઘાતક પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમને કારમી હાર મળી હતી. મેચ પૂર્ણ થયા બાદ હાલમાં ભારતીય પૂર્વ ક્રિકેટર હરભજને આ બાબતે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

ફાઇનલ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 240 રનનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 43 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. આ મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ માત્ર 18 રન બનાવીને આઉટ થયો હતો. તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો છતાં પણ હાલમાં હરભજને સૂર્ય કુમારને નહીં પરંતુ આ 2 ખેલાડીઓને હાલનું કારણ ગણાવ્યા છે.

હરભજને તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સૂર્ય કુમાર સામે ઓસ્ટ્રેલિયન બોલેરો મજબૂત પ્લાનિંગ સાથે ઉતર્યા હતા. બીજી તરફ આ પીચ પર બાઉન્ડ્રી લગાવવી ખૂબ જ અઘરું હતું. તો પણ તેણે છેલ્લે સુધી ટકી રહેવાના પ્રયત્નો કર્યા હતા. બીજી તરફ આ બંને ખેલાડીઓ પોતાના પ્રદર્શનમાં નિષ્ફળ રહ્યા છે. જેથી ખૂબ જ દબાણ જોવા મળ્યું હતું. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડીઓ કોણ કોણ છે.

સૌપ્રથમ હરભજને શુભમન ગીલની બેટિંગ વિશે ઘણી વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે ગિલ શરૂઆતમાં 18 રન પર આઉટ થયો હતો. જો તે થોડા સમય સુધી ટક્યો હોત તો રોહિત હજુ મોટો સ્કોર બનાવી શકે તેમ હતો.બીજી તરફ ગિલના આઉટ થયા બાદ કોહલી અને શ્રેયસ પર પણ દબાણ જોવા મળ્યું હતું. જેથી શ્રેયસ પણ શરૂઆતમાં આઉટ થયો હતો. આ એક ગેમ ચેન્જિંગ પોઇન્ટ ગણી શકાય છે.

આ ઉપરાંત હરભજને મોહમ્મદ સિરાજની બોલીંગ વિશે પણ ઘણી વાતો કરી છે. તેણે જણાવ્યું હતું કે સિરાજ આ મેચમાં પણ ઘણો મોંઘો સાબિત થયો છે. તેની પાસે વિકેટની આશા હતી પરંતુ મિડલ ઓવરોમાં તે વિકેટ અપાવી શક્યો નહીં. આ વર્લ્ડ કપમાં તે કંઈક ખાસ કમાલ કરી શક્યો નથી. જેથી ફાઈનલ મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *