આ 21 ખેલાડીઓ સાથે IPL 2022માં ડેબ્યૂ કરશે ગુજરાત ટાઇટન્સ…
આઇપીએલ 2022ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. તાજેતરમાં બેંગલોર ખાતે ભવ્ય મેગા ઓક્શન યોજાયું હતું. જેમા ઘણા દિગ્ગજ ખેલાડીઓ પર મોટી બોલી લગાવવામાં આવી હતી. આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ મળીને ટોટલ 10 ટીમો મેદાન પર રમતી જોવા મળશે.
ગુજરાત ટાઇટન્સની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલ જેવા ખેલાડીઓને ડ્રાફ્ટ કર્યા હતા. આ ઉપરાંત હાર્દિક પંડ્યાને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે મજબૂત ખેલાડીઓથી ભરેલી સેના તૈયાર કરી છે. હાર્દિક પંડયાની કેપ્ટનશીપમાં ટીમ મેદાને ઉતરશે. તો ચાલો જાણીએ કોને કોને આ ટીમમાં સ્થાન મળ્યું છે.
હાર્દિક પંડ્યા (15 કરોડ), રાશિદ ખાન (15 કરોડ), લોકી ફર્ગ્યુસન (10 કરોડ), રાહુલ તેવટિયા (9 કરોડ), શુભમન ગિલ (8 કરોડ), મોહમ્મદ શમી (6.15 કરોડ), જેસન રોય (2 કરોડ), સાઇ કિશોર (3 કરોડ), અભિનવ મનોહર (2.6 કરોડ), ડોમિનિક ડ્રેક્સ (1.10 કરોડ), જયંત યાદવ (1.70 કરોડ), વિજય શંકર (1.40 કરોડ).
દર્શન નલકાંડે (20 લાખ), નૂર અહેમદ (30 લાખ), યશ દયાલ (3.20 કરોડ), અલઝારી જોસેફ (2.40 કરોડ), પ્રદીપ સાંગવાન (20 લાખ), રિદ્ધિમાન સાહા (1.90 કરોડ), મેથ્યુ વેડ (2.40 કરોડ), ગુરકીરત સિંહ (50 લાખ), વરુણ એરોન (50 લાખ). આ તમામ ખેલાડીઓને ગુજરાતી ટાઇટન્સની ટીમ દ્વારા ખરીદવામાં આવ્યા છે.
આઇપીએલ 2022માં ગુજરાત ટાઇટન્સ આ 21 ખેલાડીઓ સાથે ડેબ્યૂ કરશે. ગુજરાતી ટાઇટન્સે પોતાની ટીમમાં દિગ્ગજ ઓલ રાઉન્ડર ખેલાડીઓને પણ સામેલ કર્યા છે. આ ઉપરાંત મોહમ્મદ શમી જેવા ભારતીય ફાસ્ટ બોલરોને ખરીદ્યા છે. ગુજરાત ટાઇટન્સ ટીમ આ વખતે પ્લે ઓફમાં સ્થાન મેળવી શકે છે.
બેંગ્લોર ખાતે યોજાયેલ મેગા ઓક્શનમાં દિગ્ગજ ખેલાડીઓ પર બોલી લગાવવા માટે ટીમો વચ્ચે લડાઇ જોવા મળી હતી. ટૂંક સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનનું સંપૂર્ણ શિડયુલ જાહેર કરવામાં આવશે. વિશ્વના તમામ ખેલાડીઓ અને ચાહકો આ સિઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે. દરેક ટીમો નવા ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરશે.