ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો, આ ઘાતક બોલર IPL 2024 માંથી થયો બહાર…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડ સામે પાંચ મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સિરીઝ 11 માર્ચના રોજ પૂર્ણ થવાની છે. ત્યારબાદ આઇપીએલ 2024ની શરૂઆત થવાની છે. થોડા સમય પહેલા જ હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હાલમાં શિડ્યુલની જાહેરાત પણ થઈ ચૂકી છે. બીજી તરફ ગુજરાતની ટીમ માટે એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવ્યા છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો આઇપીએલ 2022 અને આઇપીએલ 2023 તેઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. આ વખતે પણ તેઓએ હરાજી માંથી ઘણા ખેલાડીઓ ખરીદ્યા છે અને મજબૂત ટીમ બનાવવાના પ્રયાસો કર્યા છે પરંતુ એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા હાર્દિક ટીમને છોડીને ભાગ્યો હતો અને હાલમાં આ ખેલાડી ઇજાને કારણે આઇપીએલ માંથી બહાર થયો છે.

તાજેતરમાં મળેલ રિપોર્ટ અનુસાર આ ઘાતક બોલર ઇજાને કારણે આઇપીએલમાં રમી શકશે નહીં. ગુજરાતની ટીમને મોટું નુકસાન થયું હોય તેવું કહી શકાય છે. બોલિંગ લાઈનમાં એક મોટું ભંગાણ પડ્યું છે. તે એકલા હાથે મેચ જીતાડવા માટે જાણીતો હતો. હાલમાં જ તેના બહાર થવાના સમાચાર આશિષ નેહરા દ્વારા આપવામાં આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય ફાસ્ટ બોલર કોણ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સબ છેલ્લા ઘણા સમયથી ઇજાને કારણે રમતો જોવા મળ્યો નથી. હજુ પણ તે ઇજામાંથી સ્વસ્થ થયો નથી. તેને આગામી ત્રણ મહિના સુધી આરામ કરવાનું જણાવવામાં આવ્યું છે. જેથી આઈપીએલ 2024 માં પણ રમશે નહીં. હાલમાં જ ગુજરાત ટાઇટન્સની મેનેજમેન્ટ ટીમ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. જે ખરાબ બાબત ગણી શકાય છે.

મોહમ્મદ શમીના કારણે ગુજરાતની ટીમને અત્યાર સુધી ઘણો ફાયદો થયો હતો. તે કોઈ પણ સમયે ગેમ પલટો કરતો હતો અને જીત અપાવતો હતો. તે મુખ્ય ફાસ્ટ બોલર તરીકે ઘણો મહત્વનો રહેતો હતો પરંતુ હવે આગામી સિઝનમાંથી રમશે નહીં. આવી સ્થિતિમાં ફરી એક વખત બદલાવો અંગે ચર્ચા ચાલી રહી છે. તેના સ્થાને કોઈ નવા ખેલાડીને સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *