ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, શ્રીલંકાનો આ ખતરનાક બેટ્સમેન સિરીઝ શરૂ થાય તે પહેલાં જ થયો બહાર…

ભારતીય ટીમે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝને એક તરફી હારી આપી છે. હવે ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. જેની પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીના રોજ લખનઉ ખાતે રમવાની છે અને બાકીની બંને મેચો 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. આ ઉપરાંત શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચ પણ રમવાની છે.

વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને ઘણા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત રોહિત શર્મા કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમ એક પણ મેચ હારી નથી. રોહિત શર્માની કેપ્ટનશીપ કારકિર્દી ખૂબ જ સફળ સાબિત થઇ રહી છે. આ ઉપરાંત તે સતત ટીમમાં ફેરબદલી કરીને નવા ખેલાડીઓને તક આપી રહ્યો છે.

ભારતીય ટીમ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી ત્રણ મેચોની ટી-20 સિરીઝની શરૂઆત કરવાની છે. શ્રીલંકા સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ભારતીય ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકા ટીમનો આ ખતરનાક ખેલાડી સિરીઝ શરૂ થાય તે પહેલાં જ ટીમમાંથી બહાર થયો છે. તાજેતરમાં શ્રીલંકા ટીમ દ્વારા આ વાત જણાવવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડી કોણ છે.

તમને જણાવી દઇએ કે શ્રીલંકાના ઘાતક બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને ભારત સામેની ટી-20 સિરીઝ માટે શ્રીલંકાની 18 સભ્યોની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ આ પહેલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમવા ગઇ હતી, તે સિરીઝમાં આ ખેલાડી સામેલ હતો. પરંતુ તાજેતરમાં તેને ફિટનેસની સમસ્યાને કારણે બહાર રાખવામાં આવ્યો છે.

હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં શ્રીલંકા 4-0થી સિરીઝ હારી ગયું છે. ભાનુકા રાજપક્ષેએ ઓસ્ટ્રેલિયા સામે મિડલ ઓર્ડરમાં સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ હાલમાં ફિટનેસની સમસ્યાને કારણે ભારત સામેની ત્રણ મેચોની ટી-20 સિરીઝમાં રમી શકશે નહીં. આ ખેલાડી શ્રીલંકાની ટીમમાં દરેક મેચમાં ઘણું મહત્વનું યોગદાન આપી રહ્યો હતો.

ભારત સામેની સિરીઝમાં ભાનુકા રાજપક્ષે ઉપરાંત અવિષ્કા ફર્નાન્ડો, નુવાન તુશારા, રમેશ મેન્ડિસ ઇજાના કારણે રમી શકશે નહીં અને તેઓ પોતાના વતન પરત ફરશે. આ ઉપરાંત ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ટીમ માટે આ સારા સમાચાર કહી શકાય છે કારણ કે તે ખેલાડી ભારતીય ટીમ માટે ઘાતક સાબિત થઇ શકે તેમ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *