જતા જતા શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો, કહ્યું કે આ કારણોસર પહેલી બંને મેચોમાં હારી ગયું હતું ભારત…

ટી 20 વર્લ્ડ કપ 2021 બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા બધા ફેરફારો જોવા મળી શકે છે. કારણ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તો પહેલેથી જાહેરાત કરી દીધી છે કે તે વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડી દેશે અને ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થવા જઇ રહ્યો છે. જેને કારણે ટીમ ઇન્ડિયાને એક નવો કોચ અને કેપ્ટન મળી રહેશે.

તમે જણાવી દઇએ કે ટી 20 વર્લ્ડ કપ 2021 માંથી ભારત હવે બહાર ફેંકાઇ ગયું છે. વર્લ્ડકપમાં ભારતના તમામ ખેલાડીઓનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. વર્લ્ડકપ બાદ હવે ભારત 17 નવેમ્બર થી ન્યૂઝીલેન્ડ સામે રમશે. ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમ ઘણા બધા ફેરફારો સાથે મેદાને ઉતરશે.

BCCI એ ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની પસંદગી કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં ભારતીય ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરશે. ભારતીય ટીમનું પ્રદર્શન ટી ૨૦ વર્લ્ડકપમાં સાવ સાધારણ જોવા મળ્યું હતું. જેને લઇ હવે ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ મોટો ખુલાસો કર્યો છે.

ગઇકાલે એટલે કે 8 નવેમ્બરના રોજ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે અને રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે છેલ્લી મેચ રમી હતી. આ મેચમાં ભારતે નામિબિયાને 9 વિકેટે હરાવ્યું હતું. જે બાદ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સતત છ મહિનાથી ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા હતા. જેના કારણે પ્રદર્શનમાં ફરક પડ્યો હતો.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, છેલ્લા છ મહિનાથી બાયો બબલમાં રહેવાને કારણે અને આઇપીએલ 2021 અને ટી 20 વર્લ્ડકપમાં વધુ અંતર ન હોવાને કારણે ટીમના પ્રદર્શનમાં ફરક પડ્યો હતો. તમને જણાવી દઇએ કે ટીમ 2012 બાદ પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી શકી નથી.

શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે છ મહિના સુધી બાયો બબલમાં રહેવું સરળ નથી. પેટ્રોલ નાખીને ખેલાડીઓને ભગાડી ન શકાય. આઇસીસી સિવાય તમામ બોર્ડે કોરોના વિશે વિચારવું પડશે. ખેલાડીઓ માનસિક રીતે થાકી ગયા છે. તેણે કહ્યું કે જો આનું કોઇ સોલ્યુશન નહીં આવે તો ખેલાડીઓ પોતે રમવાની ના પાડી શકે છે. હું ટીમના પ્રદર્શનથી નિરાશ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *