ગિલ-સિરાજ બહાર, ICCએ જાહેર કરી વર્લ્ડ કપ 2023ની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન, જાણો કોને મળ્યું સ્થાન…
હાલમાં જ અમદાવાદ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે જીત મેળવી છે. તેઓએ છઠ્ઠો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. બીજી તરફ ભારતને સમગ્ર ટુર્નામેન્ટમાં જીત મળી પરંતુ ફાઇનલ હારનો સામનો કરવો પડ્યો છે. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે.
ભારત ખાતે આયોજિત વર્લ્ડ કપ 2023ની આ ટુર્નામેન્ટમાં વિશ્વના ઘણા ખેલાડીઓ ધારદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ આઇસીસી દ્વારા હાલમાં શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર નજર કરીએ અને જાણીએ કોને કોને સ્થાન આપવામાં આવ્યું છે.
સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો ક્વિન્ટન ડીકોક અને રોહિત શર્માને ઓપનર બેટ્સમેનો તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્માને કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. ડીકોકે આ વર્લ્ડ કપમાં 594 રન બનાવ્યા હતા અને રોહિતે 597 રન બનાવ્યા હતા. બીજી તરફ વિરાટ કોહલીને નંબર 3 માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં 765 રન બનાવ્યા હતા.
મધ્યમ ક્રમની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન ડેરીલ મિચેલને નંબર 4 માટે પસંદ કરવામાં આવ્યો છે. તેણે આ ટુર્નામેન્ટમાં 552 રન બનાવ્યા છે. ત્યારબાદ રાહુલને નંબર 5 માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલને નંબર 6 માટે અને રવિન્દ્ર જાડેજાને નંબર 7 માટે પસંદ કરવામાં આવ્યો છે. તે બંને બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વના રહ્યા છે.
બોલિંગ લાઈનની વાત કરીએ તો સ્પીન બોલર તરીકે એડમ ઝમ્પાને પસંદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે જસપ્રિત બુમરાહ, દિલશાન મદુશંકા, મોહમ્મદ શમીને પસંદ કરવામાં આવ્યો છે. આ મજબૂત ટીમમાં ગિલ અને સિરાજ જેવા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. હાલમાં જ આ જાહેરાત કરવામાં આવી હતી.