ગિલ થયો બહાર, ઈશાન કિશન નહીઁ પરંતુ આ ખેલાડી કરશે રોહિત સાથે ઓપનિંગ…
આવતીકાલે ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમવાની છે. આ મેચ માટે હાલમાં બંને ટીમોના તમામ ખેલાડીઓ ચેન્નાઈ ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ પહેલા તાજેતરમાં એક મહત્વની પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોહિત શર્માએ ઘણા મહત્વના નિવેદનો આપ્યા છે.
રોહિત શર્મા બેટિંગ લાઇનને સતત મજબૂત બનાવી રહ્યો છે પરંતુ એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી ઓપનર તરીકે સેટ થઈ ચૂક્યો હતો પરંતુ તાજેતરમાં તે ડેન્ગ્યુ પોઝિટિવ છે. જેથી આવતીકાલે રમી શકશે નહીં તેવા અહેવાલો આવ્યા છે. આવી સ્થિતિમાં આ ખેલાડીને ઓપનિંગ કરવા માટે મેદાને ઉતારવામાં આવશે.
ગિલની ગેરહાજરીમાં ઈશાન કિશન ઓપનિંગ કરવા માટે મોટો દાવીદાર છે પરંતુ હાલમાં ઇશાન કિશનને નહીં પરંતુ આ ખેલાડીને રોહીત સાથે સ્થાન આપવામાં આવશે તેવી વાતો જાણવા મળી છે. રોહિતે પણ હાલમાં આ બાબતે મોટું અપડેટ આપ્યું છે. આ ખેલાડી અત્યાર સુધી ઓપનિંગ કરીને ઘણા રન બનાવી ચૂક્યો છે. તેનામાં ઘણી આવડત છે. તો ચાલો આપણે જાણીએ કે ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે આવતી કાલે ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રાહુલ ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. રાહુલ પહેલેથી કોઈ પણ ક્રમ પર રમવા માટે જાણીતો છે. તેણે રોહિત સાથે ઓપનિંગ કરીને ઘણા રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં તેને અજમાવવામાં આવી શકે છે. એક સિનિયર તરીકે તેની પાસે ઘણો અનુભવ પણ છે. તાજેતરમાં તેણે સદી પણ ફટકારી હતી.
રાહુલ એક સમયે ટીમ ઈન્ડિયાનો બની ચૂક્યો હતો પરંતુ ઇજાને કારણે તેને સતત બહાર રહેવું પડ્યું હતું. હાલમાં ફરી એક વખત તેને તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઇશાન કિશનને મિડલ ઓર્ડરમાં સેટ કરવામાં આવી શકે છે. ભારતીય ટીમ ખેલાડીઓની ઇજાને કારણે ફરી એક વખત સંપૂર્ણપણે બદલાયેલી જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ એક મહત્વપૂર્ણ તબક્કો ગણી શકાય છે.