શુભમન ગિલની પહેલા આ ખેલાડીને કરો બહાર, બની રહ્યો છે હારનું કારણ…

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની બીજી મેચ આજ સાંજથી શરૂ થવાની છે. આ પહેલા રમાયેલ પ્રથમ મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકની આગેવાની હેઠળ ફરી એક વખત હાર મળી છે. જેથી હવે ઘણા ફેરફાર થશે. તાજેતરમાં આ બાબતે એક અન્ય મહત્વના સમાચાર પણ સામે આવ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની ઓપનિંગ જોડીમાં ઘણા બદલાવો થયા છે. શુભમન ગિલની વાત કરીએ તો તે છેલ્લા ઘણા સમયથી સારા ફોર્મમાં હતો પરંતુ હાલમાં રન બનાવી શક્યો નથી. સોશિયલ મીડિયા પર તેને બહાર કરવાની ચર્ચા ચાલી રહી છે પરંતુ હાલમાં પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે જણાવ્યું છે કે ગિલને નહીં પરંતુ આ ખેલાડીને બહાર કરવાની જરૂર છે. તે હારનું કારણ બની રહ્યો છે.

તાજેતરમાં વસીમ જાફરે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે જો ભારતને હવે જીત મેળવવી હોય તો આ ખેલાડીને બહાર કરવો પડશે. તે છેલ્લા ઘણા સમયથી ટી-20 ફોર્મેટમાં મોટો સ્કોર બનાવી શક્યો નથી. હાલમાં તેને મહત્વનું સ્થાન મળ્યું છે પરંતુ સફળ રહેતો નથી. પહેલી મેચમાં પણ ઘણું નુકસાન થયું હતું. અત્યારથી જ સાવચેતી રાખવી પડશે. તો ચાલો જાણીએ આ ભારતીય ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે વસીમ જાફરે તાજેતરમાં ઇશાન કિશનને બહાર કરવાની વાત કહી છે. તેણે જણાવ્યું છે કે ઈશાન કિશન છેલ્લી 15 ટી-20 મેચોમાં 40 પ્લસ સ્કોર બનાવ્યું નથી. આ ઉપરાંત સ્ટ્રાઈક રેટ પણ ખૂબ જ ઓછી છે. બીજી તરફ યશસ્વીની વાત કરીએ તો તે હાલમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. જેથી મારા મત અનુસાર બીજી મેચમાં તેને સ્થાન મળવું જોઈએ. તે ઘણો ઉપયોગી રહી શકે છે.

ઈશાન કિશન પ્રથમ મેચમાં પણ નિષ્ફળ સાબિત થયો હતો. આવા કારણોસર હવે જો તેને તક આપવામાં આવશે તો તે ઘણું સારું પ્રદર્શન કરી શકે છે. તે ગિલ સાથે મોટી ભાગીદારી કરી શકે છે અને કાયમી સ્થાન પર બનાવી શકે છે. આગામી સમયમાં પણ તે ઘણો મહત્વનો સાબિત થઈ શકે છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ આયર્લેન્ડ પ્રવાસ પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *