ગાવસ્કરનો મોટો ધડાકો, આગામી સિરીઝમાં રહાણે અને પુજારાના સ્થાને આ બે નવા ખેલાડીઓ થશે સામેલ

હાલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમાઇ રહી છે. ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે નિર્ણાયક મેચ રહેશે. આ સિરીઝ પૂર્ણ થયા બાદ 25 ફેબ્રુઆરીથી શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. આ સિરીઝમાં ઘણા યુવા ખેલાડીઓને તક મળી શકે છે અને ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડીઓને બહાર રાખવામાં આવી શકે છે.

હાલમાં ચાલી રહેલી સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં ભારતના બે અનુભવી બેટ્સમેન રહાણે અને પુજારા સતત ફ્લોપ સાબિત થયા છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમ માટે ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. તેના અનુભવના કારણે તે બંનેને તક આપવામાં આવી હતી. પરંતુ તકનો લાભ ઉઠાવી શક્યા નહીં.

25 ફેબ્રુઆરીથી શરૂ થનારી શ્રીલંકા સામેની સિરીઝમાં રહાણે અને પૂજારાને પડતા મૂકીને આ બે યુવા ખેલાડીઓને તક મળી શકે છે. આ બંને ખેલાડીઓ ભારતીય ટીમમાં પ્રવેશીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન સાબિત કરી શકે છે. ભારતીય મિડલ ઓર્ડરના સાંભળવા માટે આ બે ખેલાડીઓ સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે હનુમા વિહારી અને શ્રેયસ ઐયર ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની જગ્યા લઇ શકે છે. ભારતીય ટેસ્ટ ટીમમાં હનુમા વિહારી ત્રીજા નંબર પર અને શ્રેયસ ઐયર નંબર પાંચ પર બેટિંગ કરવા માટે ફિટ રહેશે. શ્રીલંકા સામેની ભારતની ધરતી પર યોજાનારી ટેસ્ટ સીરીઝમાં યુવા બેટ્સમેનને તક આપવામાં આવે તે યોગ્ય નિર્ણય કહેવાય.

ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે લાંબા સમયથી ફ્લોપ હોવા છતાં તેને તક આપવામાં આવતી હતી. આ બંને બેટથી ભાગવાનું નામ લઇ રહ્યા નથી. રહાણે અને પુજારા દરેક મેચમાં મહત્વનું યોગદાન આપી શકતા નથી. જેના કારણે તે બંને શ્રીલંકા સામેની સિરીઝમાં બહાર થઈ શકે છે અને હનુમા વિહારી અને શ્રેયસ ઐયરને તક મળી શકે છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ ટેસ્ટ મેચ 25 ફેબ્રુઆરીના રોજ બેંગલોર ખાતે રમાશે અને બીજી ટેસ્ટ મેચ 5 માર્ચના રોજ માહોલી ચંદીગઢમાં શરૂ થશે. શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં આવડત ધરાવતા ખેલાડીઓને તક મળી શકે છે. ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને વિશ્વભરમાં અનેક રેકોર્ડ નોંધાવતા જોવા મળે. હાલમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતીય ટીમનું નામ મોખરે આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *